Western Times News

Gujarati News

મેઘરજના ઉંડવા સ્થીત વિશ્વકર્મા મંદિરમાં ભગવાનના ચાંદીના મુગટ અને દાન પેટીમાંથી રોકડ ઉઠાવી તસ્કરો ફરાર 

વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં ચોરી 

પ્રતિનિધિ દ્વારા ભિલોડાઅરવલ્લી જીલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે જીલ્લામાં બંધ રહેણાંક મકાન,દુકાન, શાળા અને હવે મંદિરને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓ સક્રિય થતા રોજબરોજ ચોરીની ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ પેદા કરી રહ્યા છે તસ્કરોને ભગવાનનો પણ કોઈ ડરના હોય તેમ મંદિરોને પણ છોડતા નથી મેઘરજના ઉંડવા ગામે આવેલ વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં તસ્કરો ત્રાટકી ભગવાનના ચાંદીના મુગટ અને દાન પેટીમાં રહેલી રોકડ રકમ લઈ રફુચક્કર થઈ જતા પૂજારી સહીત ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં તસ્કરો કળા કરી ગયાની જાણ મેઘરજ પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી

શનિવારે રાત્રીના સુમારે રાજસ્થાનને અડીને આવેલા ઉંડવા ગામમાં આવેલા વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી જતા તસ્કર ટોળકી સક્રિય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે

ઉંડવા ભગવાન વિશ્વકર્માના મંદિરમાં ગત રાત્રીએ પૂજારી સેવા પૂજા કરી સુઈ ગયા હતા.

ત્યારે મોડી રાત્રીએ મંદિરના મુખ્ય દરવાજાની લોંખડની જાળીનું તાળું તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ભગવાન વિશ્વકર્માના માથે શોભાયમાન બે ચાંદીના મુગટ અને દાન પેટીમાં રહેલી રોકડ રકમ મળી અંદાજે રૂપિયા ૫૦ હજારથી વધુ મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ જતા ભારે ચકચાર મચી હતી મેઘરજ પોલીસે મંદિરમાં ચોરીની ઘટનાના પગલે દોડી જઈ રાબેતા મુજબની કાર્યવાહી હાથધરી હતી તસ્કરરાજમાં ભગવાન પણ સલામત ન હોવાથી લોકોમાં પોલીસતંત્રની કામગીરી સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને નાઈટ પેટ્રોલિંગ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન બનાવવા માંગ પ્રબળ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.