મેઘરજના ઉન્ડવા ચેકપોષ્ટેથી વાહન ચેકીંગ દરમિયાન આઇશર ટ્રકમાંથી રૂ.6,13,440 ના દારૂ સાથે બે ઝડપાયા.
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદને અડીને આવેલ ઉન્ડવા ચેકપોષ્ટેથી મેઘરજ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન આઈશર ટ્રકમાંથી રૂ.6,13,440 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી રૂ.12,15,440 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઉન્ડવા ચેકપોષ્ટે રાજસ્થાન તરફથી આવતા વાહનોનુ ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક આઇશર ટ્રક આવતા આઇશર ટ્રકમાં શુ ભરેલ છે તે બાબતે ચાલકની પુછપરછ કરતા ટ્રકમાં સાબુના પાર્સલ ભરેલા હોવાનુ જણાવતા બાજુમાં બેસેલ ઇસમ પોલીસને જોઈ ભાગવા જતા
પોલીસે પકડી લઈ આઇશર ટ્રકમાં તપાસ કરતા આઇશર ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારુની પેટીઓ નંગ.142 પાઊચ નંગ.1816 કિંમત રૂ.6,13,440 નો વિદેશી દારુ અને આઇશર ટ્રક નં.જી.જે.૨૩.વાય. 8833 ની કીંમત રૂ.600000 તથા મોબાઇલ નંગ.૧ કીંમત રૂ.2000 મળી કુલ રૂ.12,15,440 નો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ
બે ઇસમો કાલુરામ રતનસિંહ માળી રહે. ઈન્દ્રાકોલી, તા.દેવગઢ, જી.રાજસમંદ અને બાલુરામ રાવત રહે.પાલી.તા.જી.પાલી રાજસ્થાન અને અજાણ્યા ઇસમ સહિત ત્રણ વિરૂધ્ધ ગૂજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આશિષ વાળંદ,મેઘરજ