મેઘરજના પાણીબાર વાંટા ગામે એક સાથે કોરોનાના 19 કેસ આવતા ફફડાટ
અરવલ્લી જીલ્લા સહીત મેઘરજ તાલુકામાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે ત્યારે મેઘરજના પાણિબાર વાંટા ગામે રવિવારના રોજ એકજ પરીવારના બે સભ્યોના કોરોનાથી મોત થતા આરોગ્ય વિભાગે બીજા દિવસે વાંટા ગામમાં સર્વે હાથ ધરતા ૧૯ ઈસમોના રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા જ્યારે સોમવારના રોજ મેઘરજ તાલુકામાં કુલ 48 કેસ નોંધાતા તાલુકાની સ્થીતી ગંભીર બની છે.
ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના અભાવે તેમજ જાગૃતતાના અભાવે ગ્રામ્ય વીસ્તારોમાં કોરોના દીનપ્રતિદિન ઝડપથી માણસોને પોતાના પંજામાં ઝકડી રહ્યો છે ત્યારે પાણીબાર વાંટા ગામે રવિવારના રોજ એકજ પરીવારના ૩૩ વર્ષિય યુવાન અને ૮૦ વર્ષિય વૃધ્ધાનુ કોરોનાથી મોત થતા ગામમાં ફફડાટ ફેલાયો હતો
ત્યારે આરોગ્ય વિભાગના મેડીકલ ઈન્ચાર્જ આર.એસ.પટેલ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીલીપભાઈ તબિયાડ સમીતની આરોગ્ય ટીમે વાંટા ગામે સર્વે હાથ ધર્યો હતો અને ગામના ૯૫ લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી મૃતકના પરીવારના ચાર અને અન્ય ૧૫ સહીત કુલ ૧૯ ઈસમોને એકસાથે રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતા આરોગ્ય કર્મીઓએ મૃતકના ઘરને સેનેટાઈઝ કરી વાંટા ગામના ગ્રામજનોને જરુરી પ્રાથમિક સારવાર પુરી પાડવામાં આવી હતી
જ્યારે સોમવારના રોજ મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ધ્વારા 46 રેપીડ અને 2 RTPCR ટેસ્ટ કરવામાં આવતા એકસાથે કોરોનાન કુલ 48 કેસ સામે આવતા મેઘરજ નગર સહીત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાતા તાલુકામાં ફફડાટ ફેલાયો છે અને દિવસેને દિવસે પરીસ્થિતી ગંભીર બનતા તાલુકામાં કોરોનાનો રાફડો ફાટયો છે.