મેઘરજના મોટીભુવાલ ગામે ઝેરી સાપે દંખ મારતા ૪૦ વર્ષીય ઈસમનુ મોત
(ઘરની ચોપાડમાં કામ કરતા તે સમયે સાપ કરડતા સારવાર દરમિયાન મોત)
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી જાનવરો અને ઝેરી સાપ કરડવાના બનાવો દીનપ્રતિદીન વધી રહ્યા છે જેમાં બે દિવસ અગાઉ લિંબોદરા ગામની ૨૦ વર્ષીય યુવતીને ખેતરમાંથી જેરી જાનવરે ડંખ મારતા મોત નીપજ્યુ હતી જ્યારે બુધવારના રોજ મોટી ભુવાલ ગામે ૪૦ વર્ષિય ઇસમને ઘરની ચોપાડમાંથી ઝેરી જનાવર કરડતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.
મોટી ભુવાલ ગામના ભાથીભાઈ ગમાભાઈ ડામોર ઉ.વ.૪૦ નાઓને કોઈ સંતાન ન હોવાથી પોતાની માતા સાથે રહેતા અને પોતાના ઘર આગળ બાવેલ ચોપાડમાં ઘરનુ કામકાજ કરી રહ્યા હતા તે દરમિયાન ઘર વખરી સરસામાનમાંથી કોઈક જેરી જાનવરે તેમને જમણા પગે ડંખ મારતા તેઓ બુમો પાડવા લાગ્યા હતા
આજુબાજુથી કુટુંબીજનો દોડી આવતા તેઔને ઝેરી જાનવરે ડંખ માર્યો હોવાનુ જણાવતા જમણા પગે જાનવરના ડંખનુ નીશાન જણાતા તાત્કાલિક સારવાર અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા તેઓના આખા શરીરમાં ઝેર પ્રસરી ગયુ હોવાથી હાજર તબીબે ભાથીભાઈ ગમાભાઈ ડામોર ઉ.વ.આ.૪૦ રહે.મોટીભુવાલને મૃત જાહેર કરતા પરીવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે આ અંગે મૃતકના પરીવારજન પ્રતાપભાઇ ભલાભાઈ ડામોરે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસે એડી નોંધી મૃતકની લાશનુ પીએમ કરાવી લાશ પરીવારજનોને સોંપી હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી જનાવરો કરડવાના વધતા બનાવોથી ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં પણ ભયનો માહોલ ફેલાયો છે.