મેઘરજના મોટી મોરી પાસેથી અજાણ્યા યુવકની હત્યા કરી ચાદરમાં દોરીથી બાંધેલી હાલતમાં લાશ મળી
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા,અપહરણ, ચોરી-લૂંટ,દુષ્કર્મ અને લટકતી લાશો મળવાની ઘટનાઓ રોજબરોજ બનતા સતત ચર્ચામાં રહયો છે.ત્યારે મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનની હદના મોટીમોરી ગામની સીમમાંથી ખેતર પાસેથી અજાણ્યા યુવકની હત્યા કરેલી ચાદરમાં વીંટાળી દોરીથી બાંધી લાશને ફેંકી દેવાની ઘટના પ્રકાશમાં આવતા સુરક્ષાને લઈ સવાલો અનેક ઉઠ્યા છે,એક પછી એક ઘટનાઓ માં અરવલ્લી પોલીસ માટે માથાનો દુઃખાવા સમાન ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે.
મેઘરજ પંથકમાં અજાણ્યા શખ્શોએ યુવકની હત્યા કરી લાશ મોટી મોરી ગામની સીમમાં નાખી દઈ ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી ગુરુવારે ,વાઘપુર ગામના નિવૃત તલાટી અને હાલ ખેતીકામ કરતા કાનજીભાઈ મંગળાભાઈ અસારી મેઘરજ હોસ્પિટલ જવા નીકળ્યા હતા તે સમયે મોટી મોરી ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રોડની બાજુમાં ચાદરમાં લપેટલી હાલતમાં લાશ જોતા ચાંકી ઉઠ્યા હતા,સમગ્ર ઘટના ની આસપાસના લોકોને માલુમ પડતા મોટી સંખ્યામાં લોકો લાશને જોવા ઉમટી પડ્યા હતા,
લાશને જોનાર કાનજી ભાઈ અસારીએ ઇસરી પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરતા યુવકની હત્યા કરી હોવાનું અને પુરાવો નાશ કરવાના ઇરાદે લાશ ફેંકી દધી હોવાનું જાણતા ઇસરી પોલિસે અજાણ્યા આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો રજીસ્ટર કરી યુવકના મૃતદેહને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી યુવકના પરિવાર અને હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપી સુધી પહોંચવા પોલીસ કામે લાગી છે.