મેઘરજના રામગઢી ગામે વીજતંત્ર ધ્વારા બળી ગયેલ ડીપી ન બદલતા ખેડુતોમાં રોષ
અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગામે છેલ્લા કેટલાય માસથી ખેતીવાડી કનેક્શનની બળી ગયેલ વીજડીપી વીજતંત્રને વારંવાર રજુઆત કરવા છતા વીજડીપી ન બદલતા ખેડુતોને પીયત માટે મોટી સમસ્યા સર્જાતા વીજતંત્રની રઢેઆળ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
રામગઢી ગામે હાઇસ્કુલના પાછળના પ્રજાપતિ કાલીદાસ રેવાભાઈના ખેતરમાં આજુબાજુ ખેતરોના છ જેટલા ખેડુતોની સહીયારી ખેતીવાડી વીજકનેક્શનની વીજ ડીપી લગાવવામાં આવી હતી જે વીજડીપી છેલ્લા કેટલાય માસથી સોર્ટ સર્કીટના કારણે બળી ગઈ હતી અને જે વીજડીપી માંથી રવિપાક માટે સિંચાઈની જરુરીયાત ઉભી થતા આ તમામ ખેડુતોએ મેઘરજ વીજતંત્રને કેટલાય માસથી વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતા વીજતંત્રના પેટમાંથી પાણી પણ હલતુ ન હોવાથી વીજતંત્રની રઢેઆળ કામગીરી સામે ખેડુતોમાં ભારે રોષ ફેલાયો છે અને વીજડીપી તાકીદે ન બદલવામાં આવે તો રવિપાકનુ વાવેતર પાછળ પડવાથી ખેડુતોને આર્થિક નુકશાન સહન કરવાની દહેશત ઉભી થવા પામી છે ત્યારે વીજતંત્ર દ્વારા બળી ગયેલ વીજડીપી તાકીદે બદલી ખેડુતોનો ખોરવાયેલ વીજપુરવઠો ચાલુ કરવા ખેડુતોમાં માંગ ઉઠી છે.