મેઘરજના રામગઢી ભુતીયાના નિવૃત ફોજી માદરે વતન આવતા સ્વાગત કરાયુ
મેઘરજ : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ભુતીયા ગામના વતની ભાનુભાઈ સોમાભાઈ પરમાર સત્તર વર્ષ ઈન્ડીય આર્મીમાં ફરજ બજાવ્યા બાદ વયનિવૃતિના કારણે આર્મીમાંથી નિવૃત થઈને પોતાના માદરે વતનના તાલુકા મથક મેઘરજ પહોંચતા અરવલ્લી સોસાયટીમાં ડીજે અને ફુલહાર ધ્વારા પરીવારજનો,ગ્રામજનો અને સબંધીઓ ધ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને નીવૃત જવાનને મેઘરજથી ડીજે અને રેલી સાથે પોતાના માદરે વતન રામગઢી લઈ જવાયા હતા.
આ પ્રસંગે રામગઢી ખાતે સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો જેમાં મેઘરજ ભિલોડા ધારાસભ્ય અનિલભાઈ જોષિયારા,ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના રામભાઈ સોલંકી,અરવલ્લી સા.ન્યા સમીતી ચેરમેન રેવાભાઈ ભાંભી,મહીલા બાળ વિકાસ ચેરમેન મણીલાલ પાંડોર,જી.પંચાયત સદસ્ય રમીલાબેન ઠાકોર,જયંતીભાઈ પરમાર,પુર્વ સરપંચ કોકિલાબેન પરમાર તેમજ ગ્રામજનો અને સબંધીઓ મોટી સંખ્યામાં નિવૃતી સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા.