મેઘરજના વૈયા ગામમાં રાષ્ટ્રીયપક્ષી ૫ મોર ૨ ઢેલ ના મોતથી ચકચાર
(પ્રતિનિધિ) બાયડ : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર ૫ અને ૨ ઢેલના મૃતદેહ મળી આવતા અને ૨ ઢેલ બીમાર હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે મેઘરજ વનવિભાગ તંત્રને જાણ કરાતા તાબડતોડ આરએફઓ રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહોને પીએમ માટે મોકલી દેવાયા છે. ત્યારે મોત કયા કારણોસર થઈ રહ્યા છે તે અંગે રિપોર્ટ આવ્યા બાદ બહાર આવી શકે છે બીજીબાજુ ખેતરમાં ઝેરી ચણ ચણાવાથી ઝેરી અસરના પગલે મોર ટપોટપ મોતને ભેટ્યા હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની હતી
મેઘરજના જંગલો અને ખેતરોની ખુલ્લી જમીન તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં મોર અને પક્ષીઓ વસવાટ કરે છે.રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરના એક પછી એક સાથે અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મોરના મોતની માહિતી મળતા જ વન વિભાગ પણ વૈયા ગામે આવી પહોચ્યું હતું સ્થળ પરથી ૫ મોર, ૨ ઢેલના મૃતદેહ મળી આવ્યા હતા.
૨ ઢેલ બીમાર હાલતમાં મળી આવી હતી વન વિભાગની ટિમએ સ્થળ તપાસ આદરી હતી.હાલમાં તો વન વિભાગે મૃતદેહના નમૂના લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી યોગ્ય કારણ જાણવા તજવીજ શરૂ કરાઇ છે. મોર ના મૃતદેહ ના પી એમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવી શકે છે . રાષ્ટ્રીય પક્ષી ના મોત ની ઘટના બહાર આવતા હવે વન વિભાગ પણ ગંભીરતા દાખવી વાઈલ્ડ લાઈફ એક્ટ ૧૯૭૨ મુજબ વધુ તપાસ આદરી હતી
મેઘરજ વન વિભાગ આર.એફ.ઓ. અજયસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર વૈયા ગામની સીમમાં ખેતર નજીક થી પાંચ મોર, ૨ ઢેલના મૃતદેહ મળી આવ્યા હતા મૃતદેહને પી.એમ માટે મેઘરજ પશુ દવાખાનામાં ખસેડાયા છે ૨ ઢેલ બીમાર જણાતા સઘન સારવાર આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું મોર ના મોત અંગે પ્રાથમિક કારણ તરીકે ફૂડ પોઇઝનિંગ જવાબદાર હોવાનું જણાવ્યું હતું અને કોઈ કસુવાર જણાશે તો વાઈલ્ડ લાઈફ અકેટ ૧૯૭૨ ની રૂએ આગળની કાર્યવાહી કરવામાં આવશેનું જણાવ્યું હતું