મેઘરજની ખો-ખો સ્પર્ધામાં ભાટકોટા પ્રા. શાળાની ભાઈઓ તથા બહેનોની ટીમ વિજેતા
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) તા ૨૧/૦૩/૨૦૨૨ ને સોમવાર ના રોજ મેઘરજ તાલુકાની અંડર ૧૪ ખો-ખો રમત સ્પર્ધા ભાટકોટા હાઇસ્કુલ, ભાટકોટા ખાતે યોજાઇ.સમગ્ર સ્પર્ધા મા તાલુકા ની વિવિધ પ્રાથમિક શાળાઓ ની ભાઈઓ તથા બહેનો ની ટીમ એ ખુબજ ઉત્સાહ અને ખેલદિલી થી ભાગ લીધો હતો.
કાર્યક્રમ ના ઉદધાટન સમારંભમા અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ મનાત,તાલુકા ઉપપ્રમુખ ભાનુપ્રતાપ સિંહ જાડેજા,જિલ્લા પંચાયત સદસ્ય શાંતાબેન પરમારના વરદ હસ્તે કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.સમગ્ર સ્પર્ધા ના અંતે ભાટકોટા પ્રા. શાળા ની અંડર ૧૪ ભાઈઓ તથા બહેનો ની બંને ટીમો એ સમગ્ર તાલુકા મા પ્રથમ ક્રમાંક હાંસલ કરી વિજેતા બની
સમગ્ર ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું. ભાટકોટા પ્રા. શાળા ના ખોખો ટીમ કોચ શીવાભાઈ નિનામા,શાળા ના આચાર્ય હરીશભાઈ ડામોર તથા સ્ટાફ ગણે વિદ્યાર્થીઓ ને અભિનંદન આપી જિલ્લા કક્ષાએ સફળાપૂર્વક આગળવધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.*