મેઘરજની સુરદેવી પ્રા.શાળાના આચાર્યને મંત્રી રમણલાલ પાટકરના વરદહસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત
(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી જુથની સુરદેવી પ્રા.શાળાના શિક્ષક રાજેશકુમાર સોલંકીને શિક્ષક દિન નીમીત્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાતા મેઘરજ તાલુકા શિક્ષણ જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. સુરદેવી પ્રા.શાળાના આચાર્ય રાજેશકુમાર ચિમનલાલ સોલંકી શાળા અને અભ્યાસ પ્રત્યે પહેલેથીજ ઉત્સાહી અને કાર્યકુશળ નીવડ્યા છે જે શાળાના તમામ બાળકૌને પ્રાર્થનામાં પણ અવનવી સાંસ્કૃતિક પ્રવૃતીઓ અને શૈક્ષણિક પ્રવૃતીઓમાં પ્રાર્થના દરમિયાન ગણિતના ઘડીયાઘાન,અભિનય ગીતો,સામુહીક કવિતાઓ જેવી અનેક પ્રવૃતીઓથી શાળાના વાતાવરને હંમેશા રમત સાથે શિક્ષણમય રાખે છે શિક્ષક રાજુભાઈને સંગીતપ્રત્યે પણ વધુ રસ અને લગાવ હોવાથી પ્રાર્થનામાં પણ તેઓ પોતે સંગીતના વાજીંત્રો વગાડી સવારના પ્રાર્થનાનુ વાતાવરણ ભક્તીમય સાથે સાથે શિક્ષણમય બનાવે છે શાળામાં આદર્શ પ્રાર્થના થતી હોવાથી વિદ્યાર્થીઓ હોંશે હોંશે શાળામાં સમયસર આવી જાય છે અને શાળાના આચાર્ય શાળાને લગતી અભ્યાસ સહીતની અન્ય સાંસ્કૃતિક પ્રવૃતીઓમાં પણ વિદ્યાર્થીઓને ખુબજ સારી રીતે માર્ગદર્શન આપી હંમેશા શાળાને અગ્રેસર રાખવાનો પ્રયાસ શાળાના આચાર્ય રાજુભાઈ ધ્વારા કરવામાં આવે છે ત્યારે આવી તમામ પ્રવૃતીઓને ધ્યાને લઈ શિક્ષણ વિભાગ ધ્વારા સુરદેવી પ્રા.શાળાના આચાર્ય રાજુભાઈ ચીમનલાલ સોલંકીને મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે અરવલ્લી જીલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના વરદહસ્તે પ્રશસ્થીપત્ર અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ,અરવલ્લી જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર,ડીડીઓ અને શિક્ષણ વિભાગના અગ્રણીઓની અધ્યક્ષતામાં સાલ અને શિલ્ડ ધ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાતા શાળા પરીવારે અને સમગ્ર મેઘરજ તાલુકા શિક્ષણ વિભાગે આચાર્ય રાજુભાઈ સોલંકીને અભિનંદન પાઠવ્યા છે.*