મેઘરજમાં જનતા કરફ્યુને જબરજસ્ત સમર્થન: વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા
મેઘરજ નગરના લોકોએ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વહેલી સવારથીજ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ છે જેથી મેઘરજ બસસ્ટેન્ડ,ખેતીવાડી માર્કેટયાર્ડ,નગરના જાહેર રસ્તાઓ તેમજ મેઘરજ મુખ્ય જુના બજાર,જુના બસ સ્ટેન્ડ,ગ્રીનપાર્ક ચોકડી,પંચાલ રોડ તેમજ માલપુર રોડ પર ચાનાસ્તા વાળાઓની દુકાનો સહીતના વિસ્તારો રવિવારે પણ પ્રજાનો ભારે ધસારો જોવા મળતો હોવાથી ધમધમતા હોય છે
ત્યારે જનતા કરફ્યુને લઈને તમામ વિસ્તારો પણ સ્વયંભુ બંધ રહેતા તમામ વિસ્તારો સુમસામ જોવા મળી રહ્યા છે.જનતા કફર્યુનો ચુસ્ત અમલ માટે મેઘરજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.જે.પી.ભરવાડ સતત પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ અને મેઘરજ મામલતદાર એસ.જી.પરમાર અને વહીવટી સ્ટાફ ધ્વારા પણ જનતા કફર્યુ ના અમલવાર માટે તાકીદ કરાઈ હતી ત્યારે મેઘરજના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને રહીશોએ પોતાના ઘરમાંજ રહીને જનતા કફર્યુને સંપુર્ણ સમર્થન પુરૂ પાડ્યુ હતુ.