Western Times News

Gujarati News

મેઘરજમાં યુવતીએ ગળે ફાંસો ખાધો, માલપુર વાત્રક નદીમાં યુવક ખાબકતા મોત 

લટકતી લાશોનો…આત્મહત્યાનો જીલ્લો બન્યો અરવલ્લી 

અરવલ્લી જીલ્લામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાયરા( અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં હજૂ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી.ભિલોડાની હાથમતી નદી પાસેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી લાશ પિયરપક્ષના લોકોએ મહિલાની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ૬ દિવસથી મૂકી રાખી અંતિમક્રિયા થી વંચિત રાખી છે તેમજ માલપુરમાં સગીર પ્રેમી પંખીડાની ડુંગર પરથી સજોડે આત્મહત્યા કરી લીધા હતા ત્યાં ફરીથી મેઘરજમાં નર્સિંગ કરતી અને પોસ્ટ ઓફિસ નજીક મકાન ભાડે રાખી રહેતી રાજસ્થાનના દેવલ ગામની યુવતીનો ઘરમાંથી લટકતો મૃતદેહ મળી આવતા અને માલપુર નજીકથી પસારથતી નદીમાં યુવક પડી જતા મોત નિપજતા પોલીસતંત્રમાં ભારે દોડધામ મચી હતી


માલપુરના વાત્રક નદીના પુલ પર બેઠેલો ૧૫ વર્ષીય યુવક અચાનક પાળી પરથી નદીમાં ખાબકતા મોત નીપજ્યું હતું માલપુરના ગલિયાદાંતી શૈલેષ શંકરભાઇ ખાંટ નામનો  યુવક બેપોરે ઘરેથી નીકળી વાત્રક પુલ પર  પહોંચી પુલની કિનારી પર બેઠા પછી અચાનક પાળી પરથી નદીમાં ખાબકતા લોકો દોડી આવ્યા હતા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા ભારે શોધખોળ પછી ૧૫ વર્ષીય સગીરનો મૃતદેહ મળી આવતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક સગીરે આત્મહત્યા કરી કે આકસ્મિક રીતે નદીમાં ખાબક્યો તે કોયડો વણ ઉકેલ્યો રહ્યો છે

મેઘરજની ખાનગી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી રાજસ્થાનના દેવલની યુવતી મેઘરજમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને પોસ્ટ ઓફિસ નજીક ભાડાના મકાનમાં રહેતી યુવતી નો તેની રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ  માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.