મેઘરજમાં લીમ્બચ માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નાનાલાલ.ડી.વાળંદના અધ્યક્ષ સ્થાને યોજાયો.
આશિષ વાળંદ મેઘરજ.:અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પહાડિયા મેઘરજ ખાતે નવનિમિઁત લિમ્બચ માતાજીના મંદિરના ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ડોડીયા ગામ પંચાયતના સરપંચ નાનાલાલા.ડી.વાળંદના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. નવસર્જન લિમ્બચ સમાજ યુવક મંડળ બારા ચોરાશી માલપુરીયા જુથ ધ્નારા નવિન નિર્માણ કરેલ લીમ્બચમાતાજીના નવિન મંદિર લિમ્બચધામનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારંભના અધ્યક્ષ અને ડોડીયા પંચાયતના સરપંચ નાનાલાલા ડાહ્યાભાઈ વાળંદના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
આ પ્રસંગે ૧૧ કુંડી મહાયજ્ઞમાં ૪૫ જેટલા દંપતીઓએ યજ્ઞ કુંડમાં બેસી પુજા પાઠનો લ્હાવો લીધો હતો અને ત્રીજા દિવસે લીમ્બચમાતાજીની મુર્તિનુ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે માલપુરીયા અને બારા ચૌરાશી જુથ ધ્વારા પ્રતિષ્ઠા મહોત્સવનો સમારંભના અધ્યક્ષ નાનાલાલ.ડી. વાળંદના અધ્યક્ષ સ્થાને દીપપ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ અને હાજર તમામ મહેમાનોને ફુલ હાર અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રમુખ અંબાલાલ વાળંદ નાયી સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.