મેઘરજ જૂની વખારની ખુલ્લી જગ્યામાં શકુનિઓ હારજીતની બાજી લગાવી બેઠા હતા પોલીસે ત્રાટકી બાજી ઉંધી પાડી
૭ જુગારીઓ ઝડપાયા, ત્રણ ફરાર
મેઘરજ નગરમાં વરલી-મટકા અને જુગાર અને દારૂના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઇ ગયા મેઘરજમાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી જુગાર રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે મેઘરજ પોલીસને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મેઘરજ જુના બજારમાં આવેલ વખારની ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની બાતમી મળતા તાબડતોડ વખાર વિસ્તારને કોર્ડન કરી પોલીસે રેડ કરતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી હતી પોલીસે ૭ જુગારીઓને ૩૦ હાજરથી વધુનું રોકડ રકમ સાથે દબોચી લીધા હતા ૩ જુગારીઓ પોલીસને થાપ આપી નાસી છૂટ્યા હતા મેઘરજ પોલીસે જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર ત્રણે જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીએ ચાર્જ સાંભળતાની સાથે મેઘરજ પંથકમાં અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ લોકો સામે લાલ આંખ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે સોમવારે રાત્રીએ પીએસઆઇ એન.એમ.સોલંકીને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મેઘરજ જુના બજારમાં વખારની ખુલ્લી જગ્યાએ જુગાર રમાતો હોવાની બાતમી મળતા જુના બજારમાં આવેલી વખારની ખુલ્લી જગ્યામાં રેડ કરી જુગારની હારજીતની બાજી લગાવી બેઠેલા ૧)ઇકબાલ અહેમદભાઈ મેઘરજીયા,૨) મુસ્તુફા ગુલામહુસેન ભાયલા,૩)ભીખા ઉર્ફે બેરો અબ્દુલભાઇ બાકરોલીયા ,૪)સલ્લાઉદીન ઉર્ફે ટાઝઁન ઇશાકભાઈ બાકરોલીયા,૫)ઇકબાલ ઉર્ફે ટીનો મહંમદભાઈ ચડી,૬)મુસ્તુફા ઉર્ફે મસ્તાન ગુલામભાઇ પટેલ,૭) ફિરોઝ ઉર્ફે મુર્ગી દાઉદભાઈ કુશકીવાલા (તમામ રહે,મેઘરજ) ને ઝડપી પાડી રોકડ રૂપિયા.૩૦૨૯૦/- તથા મોબાઈલ નંગ-૪ મળી કુલ રૂ.૫૨૨૯૦/-જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઇ જનાર ૧)મુસ્તુફા ઉર્ફે બીલ્લી યુનિસભાઈ મેઘરજીયા,૨)સલાઉદિન ઉર્ફે ડેલો ગુલામહુસેન બાકરોલીયા અને ૩)મુસ્તુફા ઉર્ફે ઓતો ઇસ્માઇલભાઈ ડાયા (તમામ,રહે.મેઘરજ) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ત્રણે જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા