મેઘરજ તાલુકાના કંભરોડા ગામના દિવ્યાંગ હસ્મિતાબેનને સ્વરોજગાર એવોર્ડ એનાયત
સીસોદરા: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કંભરોડા ગામના દિવ્યાંગ હસ્મિતાબેન ભિખાભાઈ વાળંદને વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે રૂરલ ડેવલોપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ ધ્વારા દિવ્યાંગ હસ્મિતાબેન વાળંદને સ્વ.નંદીનીબેન.પી.દીવેટીયા રૂરલ શ્રેષ્ઠ દિવ્યાંગ સ્વરોજગાર એવોર્ડ થી સન્માનિત કરાયા હતા.
કંભરોડા જેવા નાનકડા ગામના હસ્મિતાબેન વાળંદ દિવ્યાંગરૂપે બંને પગે જમીનથી ઘસડાઈને પોતાનુ સ્વરોજગારી જીવન નિર્વાહ કરે છે આ અગાઉ હસ્મિતાબેનને અભ્યાસ માટે રાજીવ ગાંધી ફાઉન્ડેશન ન્યૂદીલ્હીના સોનીયાગાંધી ના વરદહસ્તે મોટરરાઈઝડ્ થ્રી વ્હીલર ગાડી અર્પણ કરવામાં આવી હતી તેમજ સ્પે.દિવ્યાંગ ખેલમહાકુંભમાં હસ્મિતાબેને અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક ઈનામો પ્રાપ્ત કર્યા છે
તેમજ ૨૬ જાન્યૂ ૨૦૧૮ના પર્વ બેટી બચાવો બેટી પઢાઓ ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ હસ્મિતાબેને કંભરોડા પ્રા.શાળામાં પ્રા.શાળાના આચાર્ય રસિકભાઈ વાળંદ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજદનપણ કર્યુ હતુ ત્યારે ખેડુત પરીવારની દીકરી બંને પગે દિવ્યાંગ હોવા છતા આજે પણ સીવણ તેમજ અનેક સ્વરોજગારના કાર્યો કરી જીવન જીવી રોજગાર મેળવતી અને એવોર્ડ સહીતની અનેક સીધ્ધીઓ હાંસલ કરતા હસ્મિતાબેન ભીખાભાઈ વાળંદના માતા પિતાએ તેમજ અભિલાષા સેવા ટ્રસ્ટ માલપુર અને સમગ્ર લીંબચીયા સમાજનુ અને કંભરોડા ગામનુ ગૌરવ સમાન દિવ્યાંગ હસ્મિતાબેન વાળંદને સમસ્ત લોકોએ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.