મેઘરજ તાલુકાના કંભરોડા ગામે ખેતીના પાકમાં દવાનો છંટકાવ કરવા માટે અનોખો નુસ્ખો :- એક સાથે દસ ચાસમાં દવાનો છંટકાવ થાય છે
ભિલોડા: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકા ના કંભરોડા ગામે ખેડુતે ખેતીના પાકમાં દવા છંટકાવ કરવા માટે દસ નોજર પાઇપ ઉપર ફીટ કરી બે પંપ વડે એક સાથે ખેતીમાં દસ જેટલા ચાસમાં એકસાથે દવાનો છંટકાવ થતાં આ નવા નુસ્ખા ને જોઇ ખેડુતો માં આનંદ છવાયો છે.
કંભરોડા ગામે ચૌહાણ લાલસિહ જુજારસિહ એ ચોમાસુ મગફળી ના પાકમાં નિંદણ નાશક દવાનો છંટકા કરવા માટે એક અનોખો નુસ્ખો અપનાવ્યોછે જેમાં બે દવા છાંટવાના પંપમાં ડબલ પ્રેસર મોટરો નાખી અને એલ્યુમીનીયમ ની પંદર ફુટ લાંબી પાઇપ ઉપર દસ જેટલી નોજર સેટ કરીને ગણા ઓછા ખર્ચમાં એક સાથે દસ જેટલા કોઇપણ પાક ના ચાસ ઉપર ફુલ પ્રેસર થી દવાનો છંટકાવ થઇ શકે તેવી નોજર પાઇપ બનાવતાં જે ખેતર માં આખો દીવસ દવાનો છંટકાવ કરવામાં સમય જતો હોયછે તે માત્ર બે થી અઢી કલ્લાક માં દવાનો છંટકાવ થઇરહ્યોછે સાથે સાથે ખેડુત નો સમય તેમજ દવા બન્ને ની બચત થાય છે.આ ખેડુત ના અનોખા અને ઓછા ખર્ચ વાળા નુસ્ખા ને જોઇ હવે આ ડબલ પંપ ની પાઇપ ખેડુતો ઘરે ઘરે બનાવ્યા લાગ્યા છે. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી