મેઘરજ તાલુકામાં જળઅભિયાન અંતર્ગત જર્જરીત બનેલ ચેકડેમો તાકીદે રીપેર કરવા ખેડુતોની માંગ
(જળ અભિયાનના દિવસો નજીક હોવા છતા તંત્ર ધ્વારા કાર્યવાહી ન કરાતા રોષ) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે નહીવત અને ઓછો વરસાદ પડતા કેટલાક ચેકડેમો અને તળાવો જર્જરીત અને બિસ્માર હોવાના કારણે ઉનાળાના પ્રારંભમાંજ કોરો ધાકોર બન્યા છે ત્યારે સિંચાઈ વિભાગ ધ્વારા જળ અભિયાન અંતર્ગત જર્જરીત બનેલ ચેકડેમો રીપેર કરવા અને તળાવો ઉંડા કરવા તાલુકાની પ્રજામાં માંગ ઉઠી છે.
મેઘરજ તાલુકો અતિપછાત અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે આ તાલુકાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે ત્યારે ચાલુ વર્ષે આ વિસ્તારમાં ખુબજ ઓછો અને નહીવત વરસાદ પડતા તાલુકાના તમામ ચેકડેમો અને તળાવો કોરા ધાકોર બનતા ખેડુતો અને પશુપાલકોની હાલત ઉનાળાના પ્રારંભેજ કફોડી બની છે
ત્યારે જમીનમાં પાણીનુ તળ જળવાઈ રહે અને પાણીની સમસ્યા અને તંગી ન સર્જાય તે માટે જર્જરીત બનેલ ચેકડેમો રીપેર કરવા અને તળાવો ઉંડા કરવા તા.૧/૪/૨૧ થી તા.૩૧/૫/૨૧ સુધી જળઅભિયાન હાથ ધરવા નર્મદા જળ સંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા આદેશ કરવામાં આવ્યો છે
ત્યારે અરવલ્લી જીલ્લા સિંચાઈ વિભાગ ધ્વારા જળઅભિયાન અંતર્ગત કામો કરવા તાકીદે ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવેતો જમીનમાં પાણીના તળ ઉંચે આવી શકે તેમ છે અને ખેડુતોને સિંચાઈનૂ પુરતુ પાણી મળી શકે તેમ છે જેથી તાલુકાના તળાવો ઉંડા કરવા અને જર્જરીત ચેકડેમો રીપેર કરવા તંત્ર ધ્વારા તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠી છે. આશિષ વાળંદ,મેઘરજ