Western Times News

Gujarati News

મેઘરજ પોલીસે રોયણીયા પાસેથી પીકઅપ ડાલામાં કતલખાને લઇ જવાતા ૫ ગૌવંશને બચાવી લીધું: બે કસાઈઓ ફરાર

ભિલોડા: લોકડાઉનની સ્થિતિના પગલે અરવલ્લી જીલ્લા પોલીસ વ્યસ્ત બનતા બુટલેગરો અને કસાસીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ માજા મૂકી છે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર પશુઓને મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાંથી કસાઈઓ કતલખાને પહોંચાડી રહ્યા હોવાની બાતમી મેઘરજ પીઆઈ જે.પી ભરવાડ ને મળતા મેઘરજ પોલીસે અંતરિયાળ વિસ્તારોના માર્ગો પર સઘન પેટ્રોલિંગ હાથધર્યું હતું રોયણીયા ગામ પાસેથી પીકઅપ ડાલાનો ચાલક પોલીસજીપ જોઈ ડાલુ ભગાવી મૂકી આગળ જઈ ડાલુ મૂકી બે કસાઈઓ રફુચક્કર થતા મેઘરજ પોલીસે પીકપડાલામાં ક્રૂર રીતે ભરેલ ૫ ગૌવંશને બચાવી લઈ ૧.૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મેઘરજ પોલીસે હાલમાં લોકડાઉનની સ્થિતિના પગલે મેઘરજ તાલુકામાંથી હેરફેર કરતાં વાહનો ઉપર પોલીસ નજર રાખી રહી છે ત્યારે રોયણીયા ગામ નજીકથી રાજસ્થાન બાજુથી પીકઅપ ડાલુ (ગાડી.નં. જી.જે.૦૧.ઇ.ટી.૯૫૩૪)માં ગેરકાયદેસર ગૌવંશ ભરી પીકપડાલુ પસાર થવાનું હોવાની બાતમી મળતા પોલીસે રોયણીયા ગામના અંતરિયાળ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને વાહનોનું ચેકીંગ હાથધરતાં પીકપડાલામાં રહેલ કસાઈઓ મેઘરજ પોલીસની જીપ જોઈ જતા પીકઅપ ડાલુ દોડાવી મૂક્યું હતું અને થોડે દૂર આગળ પહોંચી પીકપડાલુ રોડ પર મૂકી બે કસાઈઓ ફરાર થઇ જતા મેઘરજ પોલીસે પીકઅપ ડાલામાં ગાય-૪ અને બળદ-૧ ને દોરડા વડે મુશ્કેટાટ મરણતોલ હાલતમાં ઘાસચારાની કે પાણીની સગવડ કર્યા વગર ક્રૂરતા પૂર્વક બાંધેલ ૫ ગૌવંશને કતલખાને પહોંચે તે પહેલા બચાવી લઈ પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી

મેઘરજ પોલીસે પીકઅપ ડાલામાંથી બચાવી લીધેલ ગૌવંશ નંગ-૫ કીં.રૂ.૩૫૦૦૦/- તથા પીકઅપ ડાલુ મળી કુલ.રૂ.૧૮૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બે કસાઈઓ વિરુદ્ધ પ્રાણી અત્યાચાર નિવારણ કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.