મેઘરજ વનવિભાગ ધ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી
મેઘરજ:મેઘરજ વનવિભાગના વિસ્તરણ રેંજ ધ્વારા તા 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર દરમિયાન યોજાનાર વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત રેલી તેમજ વન્યપ્રાણીઓને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર.એફ.ઓ જે.કે.ડામોર, વનપાલ આર.આર.ડામોર,આર.સી.પરમાર,એસ.કે.પટેલ તેમજ મેઘરજ રેંજના વનરક્ષક,વનમાળીઓ અને ગ્રામજનો સાથે વન્યપ્રાણિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.