મેઘરજ : સિંચાઇ યોજનાથી વંચીત ખેડૂતો પદયાત્રા કાઢી કલેકટરને આવેદન પત્ર આપશે

ગતીશીલ ગુજરાતની ગતી અરવલ્લી જીલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં અધોગતી તરફ હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે જિલ્લાના અંતરીયાળ એવા મેઘરજ વિસ્તારના પછાત વિસ્તારોમાં હજુ સરકારી કેટલીય યોજનાઓ પહોંચી જ નથી.નેતાઓ અને અધિકારીઓ મોટા શહેર-ગામડાની મુલાકાત કરી વિકાસ છેવાડે પહોંચ્યો હોવાની જાહેરાતો કરે છે.પરંતુ મેઘરજ તાલુકાના મોટીપંડુલી,રમાડ અને નીલકંઠ વિસ્તારના ખેડૂતો, પ્રજાજનોને ભર ચોમાસે પાણીના પ્રશ્ને ૫૦ કીમી ના લાંબા અંતરની પદયાત્રા યોજવાની ફરજ પડી છે ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી અને સ્થાનીક ખેડૂત નેતા બંસી ડેંડુણની આગેવાની હેઠળ મોટી પંડુલીથી ૨૫ ખેડૂતોએ સિંચાઈના પાણી મેળવા પદયાત્રા યોજી છે જે ગુરુવારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સિંચાઈની સગવડ ઝડપથી મળી રહે તે માટે ન્યાયની માંગ કરશે
મેઘરજના મોટી પંડુલી થી ખેડૂતોએ યોજેલી પદયાત્રામાં ઉપસ્થીત સાગર રબારી અને બંસી ડેંડુણે જણાવ્યું હતું કે બુધવારે મેઘરજ મુકામે રાત્રી રોકાણ કરશે અને ગુરુવારે કલેકટર કચેરીએ પહોંચશે ગુજરાતના સરહદી રાજસ્થાન ને અડીને આવેલા અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે સિંચાઈની કોઈ સુવિધાઓ નથી.દર વર્ષ એ વરસાદ સારો થાય છે.પરંતુ જળસંચય યોજના હેઠળ ચેકડેમ ની કોઈ સુવિધાઓ નથી.આ વિસ્તારમાં થી વાત વાત્રક નદી પર ચાર ચેકડેમ બાંધવાની માંગ આગેવાનો આઝાદી થી આજ દિન સુધી મુખ્ય માગણી રહી છે.એ બાબતે રજૂઆત કરતાં ત્રણ ત્રણ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યાં છે. ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે.અધુરામા પુરૂ એવા માનનીય પ્રભારીમંત્રી રમણભાઈ પાટકર સાહેબ શ્રીને ૨૦૧૮ ના લોકો સંપર્ક કાયૅકમ મા રજુઆત કરવામાં આવી હતી.
આમ છતાં આ વિસ્તારમાં પાણીનો આજ દિન સુધી અથાવત રહેતાં સથાનિક આગેવાનો દ્વારા પદયાત્રા કરીને અરવલ્લી જિલ્લાના કલેકટરને એક વાર ફરી આવેદનપત્ર આપવા નુ આયોજન કરવામાં આવ્યું છે.આમ છતાં અમારો પ્રશ્ન ટુંક સમયમાં નિરાકરણ ન કરવામા આવે તો ગુજરાત ના રાજ્યપાલને રજુઆત કરવા જવાનું આયોજન કરવામાં આવશેને જણાવ્યું હતું