મેઘાણીનગરઃ પિતાએ ફોન નહીં અપાવતા વિદ્યાર્થિનીનો આપઘાત
મેઘાણીનગર વિસ્તારમાં બનેલો ચોંકાવનારો બનાવ : નરોડામાં પણ ત્રણ દિવસથી
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ વચ્ચે શહેરના મેઘાણીનગર અને નરોડામાં આત્મહત્યાની બે ચોંકાવનારી ઘટનાઓ ઘટી છે જેમાં મેઘાણીનગરમાં આર્થિક પરિસ્થિતિ સારી નહી હોવાથી પિતાએ મોબાઈલ ફોન ધો.૧ર પાસ કરે તે પછી લઈ આપવાનું કહેતા ધો.૧૧ મા ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે.
જયારે બીજી ઘટનામાં નરોડા વિસ્તારમાં ધો.૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની છેલ્લા ત્રણ દિવસથી માનસિક રીતે ખૂબજ અસ્વસ્થ જણાતી હતી અને ગઈકાલે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. સગીરાએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણવા પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. બાળકીના માતા પિતાની પણ પોલીસે પુછપરછ કરતા ઉપરોકત કારણ જાણવા મળ્યુ હતું આ બંને ઘટનાઓથી સ્થાનિક નાગરિકોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
આ અંગેની વિગત એવી છે કે મોબાઈલ ફોન નાગરિકો માટે હવે આવશ્યક બની ગયો છે સોશિયલ મિડીયા યુવા વર્ગ માટે ખુબ જ ઉપયોગી હોવાની સાથે સાથે તે હવે વ્યસન બની ગયું છે જેના પરિણામે નાના બાળકો પણ મોબાઈલ ફોન સાથે જાવા મળતા હોય છે શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે તેમ છતાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન સાથે જાવા મળતા હોય છે.
મોબાઈલ ફોન ગેમ રમવા તથા સોશિયલ મીડિયા માટે બાળકોને વ્યસન થઈ ગયું છે અને વર્તમાન પરિસ્થિતિમાં હવે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ માતા પિતા પાસે ફોનની માંગણી કરવા લાગ્યા છે.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી સિહેશ્વરીની ચાલીમાં રહેતા રામજીભાઈ રાઠોડની ૧૬ વર્ષની પુત્રી દિશા રાઠોડ ધો.૧૧માં અભ્યાસ કરે છે છેલ્લા ઘણા સમયથી દિશા તેના પિતા રામજીભાઈ તથા સગા સંબંધીઓ પાસે ફોનની માંગણી કરતી હતી.
રામજીભાઈ નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે અને આર્થિક સ્થિતિ પણ સારી નથી. પુત્રી દિશા મોબાઈલ ફોનની માંગણી કરતા રામજીભાઈ પોતે પણ વ્યથિત થઈ ગયા હતા અને પોતાની પુત્રીને મોબાઈલ ફોન અપાવવા માટે ઉત્સુક હતા પરંતુ આર્થિક Âસ્થતિ સારી નહી હોવાથી પુત્રીને ફોન અપાવી શકતા ન હતા જેથી તેઓ પોતે પણ દુઃખી હતા આ દરમિયાનમાં તેમણે પોતાની વ્હાલસોયી પુત્રી દિશાને ધો.૧ર પાસ કરે પછી મોબાઈલ ફોન ખરીદીને આપવાનું જણાવ્યું હતું પિતાના આ જવાબથી દિશાને લાગી આવ્યું હતું
આ દરમિયાનમાં ગઈકાલે રામજીભાઈ નિત્યક્રમ મુજબ નોકરી પર જવા નીકળ્યા હતા જયારે તેની માતા તેના નાનાની તબિયત સારી નહી હોવાથી તેમની ખબર કાઢવા માટે પિયર ગયા હતા અને દિશા એકલી હતી આ દરમિયાનમાં તેણે ઘરનો દરવાજા બંધ કરી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો પરત ફર્યા ત્યારે દિશાનો મૃતદેહ લટકતો જાતા ભારે રોકકળ કરી મુકી હતી અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા આ અંગે મેઘાણીનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ દિશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારજનોની પુછપરછમાં ઉપરોક્ત કારણ જાણવા મળ્યું હતું.
આત્મહત્યાની બીજી ચોંકાવનારી ઘટના નરોડા વિસ્તારમાં બની છે નરોડા રેલવે ફાટક પાસે શીતળાનગરમાં રહેતા નગીનભાઈ વાઘેલાની ૧૬ વર્ષની પુત્રી જયોતિકા ધો.૧૦માં અભ્યાસ કરતી હતી છેલ્લા ત્રણ દિવસથી જયોતિકા માનસિક રીતે ખૂબજ વ્યથિત જણાતી હતી આ અંગે તેને પુછવામાં પણ આવ્યુ હતું પરંતુ તે કોઈ જવાબ આપતી ન હતી આ દરમિયાનમાં પરિચિતમાં કોઈ મૃત્યુ થઈ જતા પરિવારજનો તેના બેસણામાં જવાના હતાં
જેના પરિણામે ગઈકાલે જયોતિકાને શાળામાં રજા રખાવી ઘરે રાખી હતી સવારે નિત્યક્રમ મુજબ જયોતિકાની માતા તથા અન્ય સભ્યો પાણી ભરવા માટે મકાનની બહાર નીકળ્યા હતા આ દરમિયાનમાં જ જયોતિકાએ પોતાના ઘરનો દરવાજા બંધ કરી સવારના સમયે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો પાણી ભરીને પરત આવ્યા ત્યારે દરવાજા બંધ જાતા ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ જવાબ નહી મળતા ભારે બુમાબુમ કરી મુકી હતી.
પરિવારજનો ગભરાઈ ગયા હતા અને દરવાજા તોડી અંદર પ્રવેશતા જ ઘરની અંદરનું દ્રશ્ય જાતા પરિવારજનોએ ભારે કલ્પાંત કરી મુકી હતી આસપાસના લોકો પણ જયોતિકાનો મૃતદેહ લટકતો જાઈ ડઘાઈ ગયા હતાં આ અંગે તાત્કાલિક નરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં અને જયોતિકાનો મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ચોંકાવનારી આ ઘટનાની તપાસ નરોડાના મદદનીશ સબ ઈન્સ્પેકટર જયેન્દ્રસિંહ ચલાવી રહયા છે અને પરિવારજનોની પુછપરછ કરતા તેઓએ જયોતિકા છેલ્લા ત્રણ દિવસથી માનસિક રીતે અસ્વસ્થ રહેતી હોવાનું જણાવતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.