Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં એક જ સમાજનાં બે જુથોનો સામસામે પથ્થરમારો

અમદાવાદ : મેઘાણીનગરમાં જૂથ અથડામણની ઘટનાઅઓ અવારનવાર સામે આવતી હોય છે સમાયતરે પથ્થમારાની તથા અન્ય ગંભીર બનાવોના ગુના બહાર આવતા રહે છે આ પરીસ્થિતિમાં  વધુ એક વખત નજીવી બાબતે જૂથ અથડામણની ઘટના બહાર આવી છે જેમા સામસામે ફરીયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી છે મેઘાણીનગર આવેલી યામુ પઠાણની ચાલીમાં શુક્રવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે નાના બાળકો વચ્ચે રમતાં રમતાં ઝઘડો થયો હતો.

જેને લઈને બંને બાળકોના પરીવાર જનો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો જાતજાતામા ઉગ્ર બનતાં બંને પક્ષે ૧૫ થી ૨૦ જેટલા શખ્શો એકત્ર થઈ ગયા હતા અને ગાળા ગાળી કરી બાદ એક બીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા છુરા હાથે મારા મારી થયા બાદ બંને વિફોલ ટોળાએ એકબીજાની ઉપર પથ્થરમારો કરતા કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા

દરમિયાન કોઈએ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસની ગાડીઓ ઘટના સ્થલે આવી પહોચી હતી અને સ્થળ પરથી મહીલા સહિત કેટલાંક ઈસમોને ઝડપી લેવામા આવ્યા હતા જ્યારે ઘાયલોને હોસ્પીટલમાં સારવાર આપાવમાં આવી હતી બાદમાં સુરેશભાઈ દંતાણી તથા અજીતભાઈ પટણી સામસામે ફરીયાદ કરી હતી મેઘાણીનગર પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહી છે. મેઘાણીનગરમાં અવારનવાર ગંભીર ગુના બની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.