મેઘાણીનગરમાં ગઠીયાએ મોકલેલાં કોડ પર ક્લીક કરતાં જ વેપારીનાં ૧૦ હજાર ઊડી ગયા

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર પોલીસ બેંકો તથા સરકાર તરફથી કેટલીય જાહેરાતો કરવામાં આવે છે તેમ છતાં નાગરીકો ઓનલાઈન સક્રિય રહેતાં ગઠીયાઓનાં ભોગ બનતાં જ રહે છે. આવો જ વધુ એક કિસ્સો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
જેમાં કોરોનાકાળ ધંધો ઠપ થતાં વેપારીએ ઝેરોક્ષ મશીન વેચવા કાઢ્યુ હતું. ઓનલાઈન ફોટો જાેવા ગઠીયાએ તેમનો સંપર્ક કરી રૂપિયા આપવા માટેસ્કેન કોડ મોકલ્યો હતો. જેની પર ક્લીક કરતાંની સાથે જ વેપારીનાં ખાતામાંથી રૂા.૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.
ભોગ બનનાર વેપારી બ્રિજેશભાઈ પરીખ કલાપીનગર પાસે રોહીદાસનગર સોસાયટીમાં રહે છે. અને મનાલી સ્ટોર્સનાં નામે ઘરની બહાર જ દુકાન ધરાવી ઝેરોક્ષ કોપીનો વ્યવસાય કરે છે.
કોરોનાકાળમાં ધંધો ઠપ થઈ જતાં તેમણે ઝેરોક્ષ મશીન ઓનલાઈન ઓએલએક્સ પર વેચવા મુક્યુ હતું ત્યારે બાપુનગરથી બબલુકુમાર નામના શખ્સે ફોન કરી દસ હજાર રૂપિયામાં મશીન માંગ્યુ હતું. બાદમાં પહેલાં ઓનલાઈન એક રૂપિયો ચૂકવી ક્યુઆર કોડ મોકલ્યો હતો. જેની પર ક્લીક કરતાં જ બ્રિજેશભાઈનાં ખાતામાંથી ટુકડે ટુકડે દસ હજાર રૂપિયા ઊપડી ગયા હતા.SSS