મેઘાણીનગરમાં ટોળાએ વાહનોમાં તોડફોડ કરીઃ રહીશોને ફટકાર્યા
સ્થાનિક પોલીસ નિષ્ક્રીય, નિષ્ફળ : ઝઘડો કરીને ભાગી ગયેલા શખ્સે દસથી પંદર જેટલા †ી પુરૂષોના ટોળા સાથે ઘરમાં ઘુસી જઈને તોડફોડ કરીને આતંક મચાવ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મેઘાણીનગર હવે રહેણાંક વિસ્તાર કરતા અથડામણનો અખાડો વધુ લાગી રહ્યો છે. સ્થાનિક પોલીસની નિષ્ફળતાને પગલે અવારનવાર જુથ અથડામણો થતી રહે છે. સામાન્ય બાબતોમાં પણ લુખ્ખા તત્ત્વો તલવાર, બેઝબોલ, દંડા જેવા હથિયારો સાથે નીકળી પડે છે. અને જાહેરમાં જ અસંખ્યા વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવી રહ્યા છે. નાગરીકો ભયગ્રસ્ત હોવા છતાં પોલીસ હાથ જાડીને બેસી રહી હોય એમ પ્રતિત થઈ રહ્યુ છે. ત્યારે વધુ એક જુથ અથડામણ મંગળવારે રાત્રે થઈ હોવાનું સામે આવ્યુ છે. યુવક-યુવતિ રાત્રીના અંધારામાં બિભત્સ વર્તન કરતા હોવાથી સ્થાનિક રહેવાસીઓએ તેમને ઠપકો આપતાં મામલો બિચક્યો હોવાનું પ્રાથમિક તારણ છે જા કે પોલીસ તપાસ ચાલુ જ છે.
સમગ્ર મામલો એવો છે કે સુરેશભાઈ પ્રજાપતિ હાઉસિંગ બોર્ડના મકાનમાં અમરજ્યોત સ્કુલ સામે મેઘાણીનગર ખાતે રહે છે. મંગળવારે રાત્રે તેમના પત્ની રેખાબેન જમીને ઘરની બહાર આવ્યા ત્યારે તેમના મકાનની દિવાલને અડીને અંધારામાં યુવક-યુવતિ ઉભા હતા. જેથી રેખાબેને તેમને છપકો આપ્યો હતો. જેથી યુવક તેમને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી સુરેશભાઈ અને તેમનો પુત્ર રાકેશ બહાર આવ્યા હતા.
તો આ શખ્સે રાકેશને ઢોર માર માર્યા બાદ પાડોશીઓ એકત્ર થતાં ભાગી ગયો હતો. ઝઘડો પતી ગયા બાદ રાત્રે સુરેશભાઈ અને તેમનો પરિવાર સુઈ ગયો હતો. ત્યારે અચાનક જ નીચે હોહા થઈ હતી. અને તે કંઈ સમજે એ પેહલાં જ ઝઘડો કરીને ભાગી ગયેલો શખ્સ દસથી પંદર જેટલા †ી પુરૂષોના ટોળા સાથે ઘરમાં ઘુસી જઈને તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. બાદમાં સુરેશભાઈ અને તેમના પરિવારને પણ મહિલાઓ સહિત ઢોર માર માર્યા બાદ ઘરમાં મુકી રાખેલો તૈયાર શર્ટનો માલ પણ લૂંટી લીધો હતો. ઉપરાંત બેફામ બનેલા ટોળાએ ચાલીમાં મુકેલા અન્ય વાહનોમાં પણ તોડફોડ કરતાં સમગ્ર વાતાવરણ તંગ બની ગયુ હતુ.
સમગ્ર વિસ્તારમાં ત્રાસ ફેલાવીને લૂંટ કર્યા બાદ ટોળું રફુચક્કર થઈ ગયુ હતુ. આ અંગે પોલીસને જાણ થતાં મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. બીજી બાજુ ટોળામાં રાકેશ, જગ્ગુ, ભૂકંપ જેવા સ્થાનિક લુખ્ખાઓના નામ બહાર આવ્યા છે. અને ટોળામાં સામેલ અન્ય સ્ત્રી પુરૂષોને પણ ઝડપી લેવા માટે પોલીસે તજવીજં હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ સાથે સુરેશભાઈને અગાઉ પણ ઝઘડો થયો હતો. મેઘાણીનગર વિસ્તારમાં અવારનવાર થતી અથડામણો પોલીસની નિષ્ફળતાની અને કંઈક અજુગતું જ બની રહ્યાની ચાડી ખાય છે. નાગરીકો ભયમાં જીવી રહ્યા છે ત્યારે પોસના પેટનું પાણી પણ હલતું ન હોવાથી પોલીસ ખુદ હવે શંકાસ્પદ ભૂમિકામાં હોય તેમ નાગરીકો માની રહ્યા છે.