મેઘાણીનગરમાં નવનિર્મિત વિદ્યાનગર પોલીસ ચોકીને ખુલ્લી મૂકાઈ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે અમદાવાદ ખાતે મેઘાણીનગર વિસ્તારમાં નવનિર્મિત વિદ્યાનગર પોલીસ ચોકીને ખુલ્લી મૂકી હતી
આ ચોકી ખુલ્લી મુકતા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તથા લોકોને શાંતિનો અહેસાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શાંતિ સલામતીની જાળવણી માટે અનેક પગલાં લેવાયા છે. અમદાવાદ મહાનગરમાં દિન પ્રતિદિન વસ્તી વધારો થઈ રહ્યો છે તેને પગલે ઊભી થતી સમસ્યાઓના પડકાર માટે પણ પોલીસ તંત્ર સતર્ક અને સજ્જ છે .શહેરમાં બનાવાયેલી આ પોલીસ ચોકી આ વિસ્તારમાં શાંતિની જાળવણી માટે ઉપયોગી પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર શ્રી એ કે સિંઘ ગૃહ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા