Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં પત્નિ રિસામણે જતાં પતિનો આપઘાત

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાઓની ઘટનાના પગલે શહેરના રિવરફ્રંટ સહિતના સ્થળો પર પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે આ પરિÂસ્થતિમાં શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે પોતાની પત્નિ રિસાઈને પિયર જતી રહેતા પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે આ ઉપરાંત શહેરમાં આત્મહત્યાના વધુ ત્રણ બનાવો બન્યા છે.


આ અંગેની વિગત એવી છે કે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી મધુબન સોસાયટી વિભાગ-ર માં રહેતા હિતેશ દિલીપકુમાર ગુરખાના લગ્ન થોડા વર્ષ પહેલા થયા હતાં. પતિ-પત્નિ વચ્ચે મનદુઃખ થતાં હિતેશની પત્નિ  રિસાઈને પોતાના પિયર જતી રહી હતી જેના પરિણામે હિતેશ માનસિક રીતે વ્યથિત બની ગયો હતો

આ દરમિયાનમાં તેણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસે સ્થળ પર પહોંચી જઈ હિતેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પુછપરછ કરતા ઉપરોકત વિગતો જાણવા મળી હતી.

આત્મહત્યાનો બીજા બનાવ રિવરફ્રંટ પર બન્યો હતો પોલીસના સતત પેટ્રોલીંગ વચ્ચે પણ આત્મહત્યાની ઘટના બનતા પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે. બોરસલી એપાર્ટમેન્ટની બાજુમાં ગગનવિહાર ફલેટમાં રહેતા હસમુખભાઈ શેઠ નામના પ૯ વર્ષીય આધેડે બીમારીથી કંટાળી ગઈકાલે જમાલપુર બ્રીજ પાસે રિવરફ્રંટ પર પહોંચી જઈ નદીમાં ઝંપલાવ્યું હતું તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ હસમુખભાઈનું મૃત્યુ નીપજયું હતું તેમના મૃતદેહને બહાર કાઢી રિવરફ્રંટ વેસ્ટ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આ ઉપરાંત શહેરના સરખેજ- મકરબા રોડ પર ટોરન્ટ પાવર પાસે સત્યદીપ હાઈટ્‌સમાં રહેતા વિધવા મહિલા નીલમબેને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને નીલમબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના ઓઢવ વિસ્તારમાં આદીનાથ નગરમાં આવેલી અરિહંતબાગ સોસાયટીમાં રહેતી ર૩ વર્ષીય પરિણીતા પંખી અમિતકુમાર જાષી અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે પરંતુ કારણ જાણવા મળ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.