મેઘાણીનગરમાં પરણીત મહીલા અને તેના પ્રેમીનો આપઘાત
પ્રેમી મહીલાના પતિનો જ મિત્ર હતો
(પ્રતિનિધિ) અમદાવાદ, સામાજીક રીતરીવાજાેની બહાર જઈને અનૈતિક સંબંધો બાંધતા કેટલાય લોકોના જીવનનો કરુણ અંજામ આવતો હોય છે આવો જ બનાવ મેઘાણીનગરમાં બન્યો છે પરણીત મહીલાને પતિના મિત્ર સાથે આડા સંબંધો બંધાયા હતા જેની પતિને જાણ થઈ હતી અને તેણે બંનેને સમજાવવાના પણ પ્રયત્નો કર્યા હતા
જાેકે યુવક જબરદસ્તીથી સંબંધો રાખવાનું કહેતો પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ યુવકે પણ આપઘાત કરી લીધો હતો.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મુળ મધ્યપ્રદેશના વતની રાજુ રાઠોડના લગ્ન વર્ષ ર૦૧૬માં જયોતિબેન સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન બે પુત્રીઓનો જન્મ થયો હતો
બાદમાં દંપતી સંતાનો સાથે મેઘાણીનગર બાબુસીંગની ચાલી ખાતે રહેવા આવ્યો હતો. દરમિયાન રીંકુ વર્મા સાથે તેની ઓળખાણ થઈ હતી જેણે તેમને નોકરી અપાવી હતી બાદમાં અવારનવાર રીંકુ તેમના ઘરે આવ જા કરતા જયોતિ સાથે આડા સંબંધો બંધાયા હતા. જેની જાણ રાજુભાઈને થતાં તેમણે રીંકુને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યો ન હતો જયારે જયોતિ સાથે વાત કરતા તેણે રીંકુ સંબંધો રાખવા દબાણ કરતો હોવાનું કહયું હતું.
આ દરમિયાન બુધવારે રાજુભાઈ નોકરીએ ગયા હતા અને બપોરે જયોતિને ફોન કરતા તેણે ઉપાડયો નહતો જેથી તે ઘરે પહોચતા રીંકુ અને જયોતિ બંને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જાેવા મળ્યા હતા આ ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
આ અંગે પીઆઈ જે.એલ. ચૌહાણે જણાવ્યું હતું કે રીંકુ દંપતીના ઘરે જ રહેતો હતો અને પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર બંનેએ આત્મહત્યા જ કરી હોવાનું બહાર આવ્યું છે.