મેઘાણીનગરમાં પોલીસની મેગા ડ્રાઈવ ઠેર ઠેર દરોડા-સાત રીઢા ગુનેગારો પકડાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી ફૂલીફાલેલી ગુડાગીરી અને અસામાજીક પ્રવૃત્તિના કારણે આ વિસ્તારના લોકો ત્રહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં જ અસામાજીક તત્વો દ્વારા કરાયેલી ર૦ દિવસની બાળકીની નિર્મમ હત્યાના કારણે આ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ઠેર ઠેર પોલીસની નિષ્ક્રીયતાનો પણ વિરોધ થઈ રહ્યો છે.
ત્યારે હવે પોલીસ તેંત્ર સફાળું જાગ્યુ છે. ગઈકાલે ૧પ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વ હેઠળ પોલીસ કાફલાએ મેગા ડ્રાઈવનું આયોજન કર્યુ હતુ. પોલીસનો વિશાળ કાફલાએ મેઘાણીનગર વિસ્તારમાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિને ડામવા જુદા જુદા સ્થળે દારૂ- અને જુગારના અડ્ડા પર દરોડા પાડતા ગુનેગારની આલમમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દરોડા દરમ્યાન હજારો લીટર દેશી દારૂનો જથ્થો, વાશ, દારૂ ગાળવાના સાધનો, રોકડ રકમ અને જુગારના સાધનો તેમજ વાહનો કબજે લઈ સાત શખ્સોની ધરપકડ કરી હતી.
તાજેતરમાં જ મેઘાણીનગર વિસ્તારમાં રોફ ફેલાવી આતક મચાવતા સતિષ પટ્ટણી તથા તેના સાગરીતો હિરેન મારવાડી અને ઠાકોર નામના શખ્સે આ વિસ્તારમાં અરાજકતા ફેલાવી હતી. અને ર૦ દિવસની બાળકીની હત્યા કરતાં ભારે અરેરાટીની લાગણી જન્મી હતી. ર૦ દિવસની માસુમ બાળકીની હત્યાની ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા. અને આ વિસ્તારના નાગરીકોએ અસામાજીક તત્વોની સત્વરે ધરપકડ કરી જેલભેગા કરી દેવા માંગણી કરીહ તી. આ ઉપરાંત માસુમ બાળકીની હત્યાના વિરોધમાં સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં ઠેર ઠેર વિરોધ કરી દેખાવો પણ કરવામાં આવ્યો હતો.
મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક વખતથી ગુંડાગીરીએ ભારે સામ્રાજ્ય જમાવ્યુ છે. અને આ વિસ્તારનો કુખ્યાત ગણાતો સતિષ પટ્ટણી નામના બેટલેગરે તેના મળતીયાઓ સાથે સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં ભારે ધાક જમાવી હતી. જા કોઈ સતિષ પટણીનો વિરોધ કરે તો તેને ઢોર માર મારવામાં પણ આવતો હતો. પોલીસ તંત્રના કેટલાંક મુઠ્ઠીભર ત¥વોની સાંઠગાંઠના કારણે સતિષ દેશી-વિદેશી દારૂનો અડ્ડો પુરબહારમાં ચલાવતો હતો.
પરંતુ તાજેતરમાં એક બાળકીની હત્યામાં આ કુખ્યાત સતિષ પટણીનું નામ ખુલતા પોલીસ તંત્ર સફાળું જાગી ગયુ હતુ. અને ગણતરીના કલાકોમાં જ સતિષ પટ્ટણી, તેના સાથીદારો હિતેશ મારવાડી અને ઠાકોર નામના શખ્સને ઝડપી લઈ તેમને સળીયા પાછળ ધકેલી દેધા હતા. આમ, છતાંય મેઘાણીનગરમાં ગુનાખોરી અટકવાનું નામ લેતી નહોતી.
આથી નાયબ પોલીસ કમિશ્નર નીરજ બડગુર્જરે સમગ્ર બાબતની ગંભીર નોંધ લઈ ગઈકાલે મેઘાણીનગર વિસ્તારમાં મેગા ડ્રાઈવનું આયોજન કર્યુ હતુ. આ મેગા ડ્રાઈવમાં ૧પ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં પોલીસનો વિશાળ કાફલો જાડાયો હતો. આ મેગા ડ્રાઈવ દરમ્યાન મેઘાણીનગરમાં પોલીસે ઠેર ઠેર દરોડા પાડ્યા હતા. જા કે ગુનેગારોના ઘર સુધી પહોંચી જઈ કોમ્બિંગ ઓપરેશન કર્યુ હતુ. અગાઉ આચરાયેલા ગુનામાં નાસતા ફરતા ગુનેગારોને પણ પકડી પાડવામં આવ્યા હતા. પોલીસે સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં ઠેર ઠેર દારૂ અને જુગારના અડ્ઢાઓ પર છાપો મારતા ગુનેગારોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.
કેટલાંક રીઢા ગુનેગારો તો પોલીસના ભયથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસ દરોડા દરમ્યાન દેશી-વિદેશી દારૂનો જથ્થા, વાશ, દારૂ ગાળવાના સાધનો રોકડ રકમ, જુગારના સાધનો અને ગુનામાં ઉપયોગમાં લેવાતા વાહનો કબજે કરી સાત જેટલા ગુનેગારોની ધરપકડ કરી હતી.
પોલીસે અચાનક જ મેગા ડ્રાઈવ યોજતા મેઘાણીનગરમાં ભારે કુતુહલ છવાયુ હતુ. એક સાથે પોલીસનો આટલો મોટો કાફલો રોડ પર પસાર થતાં ઉતેજનાસભર દ્રષ્યો છવાયા હતા. અને જાતજાતના તર્ક-વિતર્ક પણ વહેતા થઈ ગયા હતા. મેઘાણીનગરમાં પોલીસે મેગા ડ્રાઈવ કરતાં મેઘાણીનગરને અડીને આવેલા વિસ્તારોના ગુનેગારોમાં પણ ભયની લાગણી જન્મી હતી.