Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં ફરી વખત લુખ્ખાઓએ વાહનોમાં તોડફોડ કરી

પોલીસ આરોપી સુધીપહોચવામાં નિષ્ફળ

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં બે ત્રણ દિવસ આગઉ જ કુભારની ચાલીમાં ગુડાઓએ આંતક મચાવી ત્રણ રહીશો ઉપર હુમલો કર્યો હતો ઉપરાંત અસંખ્ય વાહનોમા તોડફોડ કરી હતી આ ઘટના હજુ તાજી જ છે ત્યા વધુ બે શખ્શોએે ભાર્ગવ રોડ ઉપર આંતક મચાવ્યો હોવાની ઘટના બહાર આવી છે દિપુ અને બબલુ નામના લુખ્ખાઓએ મંગળવારે સવારે વાહનોમા ભારે તોડ ફોડ બાદ સ્થાનિકો રોકવાનો પ્રયત્ન કરતા પથ્થરમારો કર્યો હતો.


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મેઘાણીનગર ભાર્ગવ રોડ શ્યામનગરમા સુમાલાલની ચાલી રહેતા દિપુ ઉર્ફે દિપક અર્જુનસીગ પાલ અને બબલુ અર્જુન સીગ પાલ નામના બે ભાઈઓ વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે પુષ્પનગરમાં આવેલી એક ગલીની બબહાર મુકેલા વાહનોમા તોડફોડ કરતા હતા વહેલી સવારે તોડફોડના મોટા અવાજા આવતા ચાલીના રહીશો જાગી ગયા હતા અને ઘરની બહાર આવતા દિપુ અને બબલુને જાયા હતા.

ત્યારબાદ રહીશોએ બંનેને અટકાવવાનો પ્રયાસ કરતા કાયદો હાથમા લેતા બંને ભાઈઓ રહીશોને પણગાળો બોલી હતી અને ેતેમના ઉપર પથ્થરમારો કરતા વહેલી સવારે ચાલીમાં નાસભાગ મચી ગઈ હતી બાદમા બંનેએ પોતાના હાથમાં રહેલા હિસક હથિયારો બતાવી લોકોને જાનથી મારવાની ધમકીઓ આપી હતી અને ફરી તોડફોડ કરતા પાંચ રીક્ષા અને પીકઅપ ડાલાનું કચારધાણ કરી નાખ્યુ હતુ દરમિયાન કોઈ રહીશે પોલીસને જાણ કરી હતી જા કે પોલીસ આવે એ પહેલા જ દિપુ અને બબલુ ત્યાથી ભાગી ગયા હતા.

ત્રણ દિવસ અગાઉ બનેલી ઘટના આરોપીઓ ઝડપાયો નથી ત્યા વધુ બે શખ્શોએ વિસ્તારમાં આતક મચાવતા મેઘાણીનગર પોલીસ જાણે મુંગા મોઢે વધુ જાઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે જ્યારે સ્થાનિક રહીશોને પણ પોલીસમાંથી ભરોસો ઉઠી રહ્યો છે અવારનવાર થતી જૂથ અથડામણો અને હિસક હુમલા પોલીસની કામગીરી પ્રત્યે શંકા ઉપજાવવા બન્યાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.