મેઘાણીનગરમાં ફાયનાન્સ કંપનીમાંથી રૂ.ર.૩પ કરોડની ચોરી
મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે શરૂ કરેલી તજવીજ :
|
અમદાવાદ : અમદાવાદ શહેરમાં અનેક ફાયનાન્સ કંપનીઓના કારણે મધ્યમવર્ગના લોકો મોટી સંખ્યામાં લોન લઈ હપ્તેથી વસ્તુઓ ખરીદી કરવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક ફાયનાન્સ કંપનીમાં નાગરિકોએ ગીરવે મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.ર.૩ર કરોડ રૂપિયાની માલમત્તાની ચોરી કરીને ફાયનાન્સ કંપનીનો મેનેજર ફરાર થઈ જતાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ફરાર થયેલા કંપનીના મેનેજર વિશે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં આરોપી રાણીપ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળી રહયું છે.
અમદાવાદ શહેરમાં અનેક નવા ઉદ્યોગો સ્થપાઈ રહયા છે જેના પરિણામે રોજગારીની વ્યાપક તકો સર્જાતા દેશભરમાંથી લોકો રોજીરોટી મેળવવા અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં આવી વસવાટ કરવા લાગ્યા છે અનેક કંપનીઓએ ગુજરાતમાં તેના ઉત્પાદન કેન્દ્રો પણ શરૂ કરી દીધા છે આમ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત ગુજરાત રાજયનું અમદાવાદ શહેર આર્થિક પાટનગર બની ગયું છે.
અમદાવાદમાં અનેક કંપનીઓ ધમધમી રહી છે ખાસ કરીને નાગરિકોને સરળતાથી વસ્તુઓ મળી રહે તે માટે અનેક ફાયનાન્સ કંપનીઓ પણ કાર્યરત બની છે જેના પરિણામે મધ્યમ વર્ગના લોકો લોન લઈને વસ્તુઓ વસવવા લાગ્યા છે. ખાસ કરીને સોના-ચાંદીના દાગીના ગીરવે મુકીને નાગરિકો ઘરનું ઘર તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓ વસાવી રહયા છે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જાણીતી કોસા મટ્ટમ ફાયનાન્સ કંપનીએ તેની ઘણા સમયથી બ્રાંચ શરૂ કરી હતી.
આ બ્રાંચમાંથી અનેક નાગરિકોએ દાગીના ગીરવે મુકી તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ ગીરવે મુકીને લોન લીધી હતી આ તમામ સોના-ચાંદીના દાગીના બ્રાંચ ઓફિસમાં રાખવામાં આવેલી તિજારીમાં મુકવામાં આવ્યા હતાં આ બ્રાંચ ઓફિસમાં મેનેજર તરીકે અમિધર જયદેવકુમાર બારોટ ફરજ બજાવે છે અને તે ન્યુ રાણીપ ખોડીયાર મંદિર પાસે આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં રહે છે.
મુળ કેરાલાની આ ફાયનાન્સ કંપનીની બ્રાંચ મેઘાણીનગર વિસ્તારમાં આશિષ ડેરીની બાજુમાં આવેલી છે અને ત્યાં જ ઓફિસમાં તિજારીમાં આ કિંમતી સામાન મુકવામાં આવતો હતો આ દરમિયાનમાં બ્રાંચ મેનેજર તરીકે અમિધર બારોટે તા.૧૧.પ.ર૦૧૯ના રોજ ફરજ બજાવવાનું શરૂ કર્યું હતું ફાયનાન્સ કંપની ગ્રાહકો પાસેથી સોનુ ગીરવે લઈ લોખંડની ગોદરેજ કંપનીની બે મોટી તિજારીમાં મુકવામાં આવે છે અને તેમાં રોકડ રકમ પણ રાખવામાં આવે છે આ તિજારીઓની ત્રણ અલગ અલગ ચાવીઓ લગાવવાથી લોકર ખુલે છે.
જે પૈકીની બે લોકરની બે ચાવીઓ બ્રાંચ મેનેજર પાસે રહેતી હોય છે તથા બ્રાંચના મેઈન શટલ ખોલવા માટે એક ચાવી મેનેજર પાસે હોય છે તા.૧૧.૬ ના રોજ બ્રાંચ મેનેજર બારોટ તથા શિલ્પા અન્ય કર્મચારીઓ સાંજે બ્રાંચ બંધ કરીને ઘરે આવ્યા હતા અને બ્રાંચમાં તિજારીમાં કુલ રૂ.ર.૩ર કરોડ રોકડા તથા અન્ય સોનાના દાગીના પડેલા હતાં બીજે દિવસે સવારે શિલ્પા, દિપા તથા અન્ય કર્મચારીઓ નોકરી પર આવ્યા ત્યારે શટલ ખુલતા જ અંદરની લાઈટો ચાલુ જાવા મળી હતી અને તિજારીના દરવાજા પણ ખુલ્લા હતાં.
એક તિજારી બંધ હાલતમાં હતી ખુલેલી તિજારીમાંથી તમામ સોનાના પેકેટ તથા રોકડ રૂપિયા ચોરાયેલા માલુમ પડયા હતાં તપાસ કરતા આ તિજારીની ચાવીઓ ટેબલ પર પડેલી જાવા મળી હતી તે ચાવીથી બીજી તિજારી ખોલતા તેમાથી પણ કિંમતી સામાન ચોરાયેલો જાવા મળ્યો હતો જેના પગલે તાત્કાલિક બ્રાંચ મેનેજર અમિધર બારોટનો મોબાઈલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે મેનેજર ગઈકાલે મોટી બેગ લઈને આવ્યા હતા અને તેમને પુછતા જ તેઓએ જણાવ્યું હતું કે તેઓ બહારગામથી સીધા જ ઓફીસમાં આવેલા છે તપાસ કરતા તે બેગ પણ જાવા મળી ન હતી આમ ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર અમિધર બારોટે બંને તિજારીઓમાંથી રૂ.ર.૩પ કરોડની ચોરી કરી ફરાર થઈ ગયો છે.
આ અંગે ફાયનાન્સ કંપનીના કર્મચારી દિપા આહુજાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારી દ્વારા આટલી મોટી રકમની ચોરીની તપાસ શરૂ કરવામાં આવી છે. તિજારીમાંથી ચોરાયેલી રૂ.ર.૩પ કરોડની માલમત્તા સૌ પ્રથમ રિકવર કરવા માટે પોલીસે આરોપીના ઘરે પણ તપાસ શરૂ કરી છે તથા તેનો મોબાઈલ ફોન પણ ટ્રેસ કરવામાં આવી રહયો છે.