મેઘાણીનગરમાં વકીલ પર હુમલોઃ ઈસનપુરમાં વકીલને હત્યાની ધમકી
અમદાવાદ : મેઘાણીનગરમાં વકીલ ઊપર બે શખ્સોએ હુમલો કર્યાની ફરીયાદ નોંધાઈ છે. બે શખ્સોએ વકીલની ગાડી ઊભી રખાવી તેમની સાથે ઝઘડો કરી ચપ્પા વડે હુમલો કરતાં તે લોહીલુહાણ થઈ ગયા હતા. જ્યારે ઈસનપુરમાં બે લુખ્ખાઓએ એક યુવતીને ચાકુના ઘા મારવાની ઘટના બહાર આવી છે.
મેઘાણીનગરમાં આત્મારામની ચાલી ખાતે રહેતાં રવિભાઈ ઠાકોર (વ્યવસાય ઃ વકીલ) પોતાની ગાડી લઈ ચમનપુરા પાણીની ટાંકી આગળથી પસાર થતાં હતા ત્યારે અનિલ નામનો શખ્સે તથા તેનો સાગરીતે તેમની ગાડી અટકાવતાં બંનેએ ઝઘડો કરી ગાળો બોલી ઝપાઝપી કરીને રવિભાઈ કંઈ સમજે એ પહેલાં જ ચપ્પુ કાઢઈ ગળા ઊપર ફેરવી દેતાં તે ઢળી પડ્યા હતાં. વકીલ ઊપર હુમલો થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બંને લુખ્ખા તત્વોએ તેમની કારને પણ નુકસાન કર્યું હતું. મેઘાણીનગર પોલીસે બંનેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
ઈસનપુરમાં સત્તાધાર સોસાયટી ખાતે રહેતી ચંદ્રિમણી પટેલ નામની યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. બાવીસ વર્ષીય ચંદ્રમણીના નાનાભાઈને બાજુની ચાલીમાં રહેતાં રોહીત ઊર્ફે કલ્લુ યાદવ તથા આનંદ યાદવ નામના ભાઈઓએ માર મારતાં તે ઊપરાણું લઈને ઝઘડવા ગયા હતાં. જેની અદાવત રાખી રોહીત અને આનંદ રાતે બાર વાગ્યે ગણપતિનાં પંડાલમાં આવી ચંદ્રમણીને ચપ્પુના ઘા મારી દીધા હતા. ઘટના બનતાં જ નાસભાગ મચી હતી.
જેનો લાભ લઈ બંને ભાગી છુટ્યા હતા. ઈસનપુર પોલીસે ગુનો નોંધઈ તપાસ હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે પેક્ટીસ કરતા હર્ષભાઈ સુરતી કેટલાક સમય પહેલા તેમના મિત્રો પ્રજ્ઞેશ પટેલ જીતુ ગોસ્વામી અને પૃથ્વી ભાણોરે ગોતા ખાતે આવેલી જમીનમાં રૂપિયાનુ રોકાણ કરાવ્યુ હતુ
જા કે તે બાને તે મન દુખ થતા હર્ષભાઈએ પોતાના પૈસા પરત માગ્યા હતા એ અંગે તેમને ચળભર ચાલતી હોય ત્રણેય શખ્શો મોડી રાત્રે તેમના ઘરમા ઘુસીને તેમની સાથે ઝગડો કર્યો હતો જાનથી મારી નાખવાની ધમકી આપતા હર્ષભાઈ વેજલપુર પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરી છે.