Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં સગીરની હત્યાથી સનસનાટી

મોડી સાંજે બે મિત્રો વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા યુવકે સગીરને ચપ્પાના સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં  ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું છે શહેરમાં રોજ ગંભીર ગુનાઓ બનવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં  ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પરિસ્થિતિમાં પર ચાંપતી નજર રાખી રહયા છે પરંતુ પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે શહેરમાં ગુનાખોરી વકરી રહી છે ગઈકાલે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.

જેમાં આરોપીએ એક સગીર પર તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકી રોડ પર જ રહેંસી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે આ ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. મેઘાણીનગર વિસ્તારમાં અનેક માથાભારે શખ્સોનો આંતક છવાયેલો છે અને અહીયા ગુનાખોરીનો આંક પણ સતત વધી રહયો છે જેના પરિણામે સ્થાનિક નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે.

ગઈકાલની ઘટના ખૂબ જ ચોંકાવનારી છે અને લોકોના રોષને જાતા પોલીસે તાત્કાલિક આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી યુવકને ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી દેતીમાં સગીરની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે જયારે સ્થાનિક નાગરિકો આ વિસ્તારમાં વકરતી જતી ગુનાખોરીના કારણે આ ઘટના ઘટી હોવાનું જણાવી રહયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગંભીર ઘટનાઓ બની રહી છે શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે બીજીબાજુ લુંટારુ ટોળકીઓ હિંસક બની નાગરિકોને લુંટી રહી છે શહેરમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાંની રાજયના ગૃહવિભાગે પણ ગંભીર નોંધ લીધી છે.

આ ઉપરાંત શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સ્થાનિક પોલીસને સતત એલર્ટ રાખી શહેરભરમાં પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે આ દરમિયાનમાં ગુનાખોરી માટે કુખ્યાત બનેલા મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. મેઘાણીનગર ભાર્ગવ રોડ પર શ્યામનગર ગલી નં.પ મા રહેતા કરણસિંહ ક્રિષ્ણાસિંહ ચૌહાણ નામનો ૧૬ વર્ષનો સગીર ભાર્ગવ રોડ પર જ ઉભો હતો.

આ દરમિયાનમાં કઠવાડા રીંગરોડ પર રહેતો તેનો મિત્ર અંકિત મિશ્રા ઉ.વ.ર૧ ત્યાં આવી પહોંચ્યો હતો પ્રારંભમાં બંને વચ્ચે વાતચીત ચાલતી હતી પરંતુ ગણતરીની મીનીટોમાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી.

બંને મિત્રો કરણસિંહ અને અંકિત મિશ્રા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા અંકિત મિશ્રાએ પોતાની પાસે રહેલુ ચપ્પુ કાઢયુ હતું અને કરણસિંહ કશું સમજે તે પહેલા ચપ્પાથી તેની પર હુમલો કરી સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા કરણસિંહ લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો આ દ્રશ્ય જાઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ લોકો ેએકત્ર થાય તે પહેલા આરોપી અંકિત મિશ્રા ભાગી છુટયો હતો.

રસ્તા પર લોહી લુહાણ હાલતમાં પડેલા કરણસિંહને જાઈ સ્થાનિક નાગરિકો ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોચી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી તબીબે તપાસ કરતા ગંભીર ઈજાઓ થવાથી કરણસિંહનું સ્થળ પર જ મોત નીપજયું હતું

પોલીસે તાત્કાલિક કરણસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો બીજીબાજુ સગીરની હત્યાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળતો હતો.

મેઘાણીનગર વિસ્તારમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાંના પગલે લોકોમાં પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવતા જાવા મળ્યા હતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સગીરની હત્યાની ઘટનાથી ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ દિશામાં કામગીરી શરૂ કરી હતી.

બીજીબાજુ નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા માટે સ્થાનિક નાગરિકોએ ઉગ્ર રજુઆતો કરી હતી જેના પગલે પોલીસની જુદી જુદી ટીમો આરોપીને ઝડપી લેવા માટે સતર્ક બની હતી અને ગણતરીની મીનીટોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.