Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં સગીરાઓની છેડછાડ કરી વીડિયો ઉતાર્યો

આરોપીઓએ ધમકી આપતા ગભરાયેલી બાળાએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી : પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લીધા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે જેના પગલે પોલીસતંત્ર પણ એલર્ટ થયેલું છે છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ હિંસા તથા યુવતિઓની છેડતીના બનાવથી મહિલાઓ અસલામતીની લાગણી અનુભવી રહી છે આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.

જેમાં બે સગીરાઓને રીક્ષામાં બેસાડી તેના જ પરિચીત સગીરોએ શારીરિક છેડછાડ કરી તેનો વીડિયો ઉતારી તેને જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા સનસનાટી મચી ગઈ છે આખરે હિંમત દાખવીને સગીરાઓએ તેમના પરિવારજનોને આ ઘટના જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને આ અંગે તપાસ કરી તાત્કાલિક પાંચ આરોપીઓને ઝડપી લઈ બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં કલાપીનગર નજીક આવેલા એક એપાર્ટમેન્ટ નજીકની ચાલીમાં રહેતી અને ધો.૬ માં અભ્યાસ કરતી એક સગીરા ચાર- પાંચ દિવસ પહેલા તેની અન્ય એક બહેનપણીને લઈ નજીકમાં જ રહેતી અન્ય બહેનપણીના ઘરે જવા નીકળી હતી બંને બહેનપણીઓ ચાલીની બહાર નીકળી ત્યારે એક સગીર મળ્યો હતો.

જાકે આ બંને બહેનપણીઓ તેને ઓળખતી હોવાથી તેઓ ત્યાંજ વાતચીત કરવા લાગ્યા હતા આ દરમિયાનમાં અન્ય સગીર પણ ત્યાં આવી પહોંચ્યો અને ચારેય જણાં વાતચીત કરતા હતા ત્યારે રીક્ષામાં આટો મારવા સગીરોએ જણાવ્યું હતું જેના પરિણામે આ બંને બહેનપણીઓએ બંને સગીરોની વાત માની હતી આ દરમિયાનમાં બંને સગીરોનો મિત્ર અન્ય મિત્રો સાથે રીક્ષા લઈને ત્યાં જ ઉભો હતો.

જેમાં આ ચારેય બેસી ગયા હતા આમ રીક્ષામાં કુલ સાત જણાં સવાર હતા જેમાં આગળ ચાલકની આજુબાજુમાં બે સગીરો બેઠા હતા અને પાછળની સીટ પર આ બંને બહેનપણીઓ અને તેના પરિચિત સગીરો બેઠા હતા. રીક્ષા કલાપીનગરથી આગળ નીકળી ત્યારે અચાનક જ પાછળ બેઠેલા બંને સગીરોએ આ બંને સગીરાના મોઢા પર હાથ મુકી દીધો હતો અને તેની શારીરિક છેડછાડ કરવા લાગ્યા હતા મોઢા પર હાથ મુકી દીધો હોવાથી બંને સગીરાઓ બુમાબુમ કરી શકતી ન હતી.

આ દરમિયાનમાં ડ્રાયવરની પાસે બેઠેલા એક સગીરે તેના મોબાઈલ ફોનમાં સગીરાની છેડછાડ કરતો વિડીયો ઉતાર્યો હતો જેના પગલે બંને સગીરાઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી રીક્ષાને સતત ફરતી રાખી આ વિસ્તારમાં ફેરવી હતી આ દરમિયાનમાં પરિસ્થિતિ બેકાબૂ બનતા આરોપી સગીરોએ રીક્ષાને કલાપીનગર ચાર રસ્તા પાસે ઉભી રાખી હતી અને ત્યાં આ બંને સગીરાઓને ઉતારીને ધમકી આપી હતી કે જા આ ઘટના કોઈને કહીશ તો વિડીયો વાયરલ કરી દઈશું.

આ ઘટના બાદ આરોપી સગીરો સતત ધો.૬ માં ભણતી બંને સગીરાઓને બ્લેક મેલ કરી ધમકીઓ આપવા લાગ્યા હતા જેના પરિણામે બંને બાળાઓ ગભરાઈ ગઈ હતી આખરે એક બાળાએ હિંમત કરીને તેના પિતાને સમગ્ર ઘટના જણાવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતાં અને તાત્કાલિક આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશને પહોંચી જઈ હાજર અધિકારીને સમગ્ર ઘટના જણાવી હતી.

સગીરાઓના રીક્ષામાં અપહરણ કરી તેની સાથે શારીરિક છેડછાડ કરી વિડીયો ઉતારવાની ઘટનાથી ચોંકી ઉઠેલા અધિકારીઓએ સગીરાના પિતાની ફરિયાદના આધારે તાત્કાલિક પગલાં ભરી પાંચેય સગીરોની ધરપકડ કરી તાત્કાલિક ખાનપુર બાળ રિમાન્ડ હોમમાં મોકલી દીધા છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.