Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં સશસ્ત્ર ટોળાનો આંતકઃ ૩ ગંભીર

Filles Photo

ટોળાએ ચાલીમાં પાર્ક કરેલા સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરીઃ રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી કરેલી ઉગ્ર રજુઆત

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના મેઘાણીનગર સહિત કેટલાક વિસ્તારોમાં અસામાજીક તત્વોની રંજાડથી સ્થાનિક નાગરિકો સતત ફફડતા હોય છે પોલીસ કમિશનરની કચેરી પાસે જ આવેલા મેઘાણીનગર વિસ્તારમાં અસામાજીક તત્વોનો ખૂબ જ ત્રાસ હોવા છતાં સ્થાનિક પોલીસ કોઈ જ કાર્યવાહી નહી કરતા લોકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે. આ વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ બની રહયા છે.

ગઈકાલે રાત્રે  સશસ્ત્ર  ટોળાએ એક ચાલીમાં ર૦થી વધુ વાહનોમાં તોડફોડ કરી પિતા-પુત્ર સહીત ત્રણ વ્યક્તિઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. મેઘાણીનગર પોલીસે ચાર જેટલા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મેઘણીનગર વિસ્તારમાં અનેક લુખ્ખાતત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે ખાસ કરીને બુટલેગરો બેફામ બની ગયા છે. માથાભારે શખ્સો સામે પ્રતિકાર કરવાનો કોઈ પ્રયાસ કરે તો તેની ઉપર સશ† હુમલા કરવામાં આવતા હોય છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ કથળવા લાગી છે અને પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે.

અગાઉ પણ આ વિસ્તારમાં અનેક ગંભીર પ્રકારના બનાવો બનેલા છે. ખાસ કરીને સશ† હુમલાની ઘટનાઓ સામાન્ય બનવા લાગી છે. મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વરબ્રીજ નીચે આવેલી કુંભાજીની ચાલીમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક માથાભારે તત્વોનો ત્રાસ વધી ગયો છે.

ગઈકાલે રાત્રે આજ ચાલીમાં ઓમપ્રકાશની લાઈનમાં રહેતા ધર્મેન્દ્રભાઈના પિતા બાદશાહ પરિહાર ઘરની બહાર સુતા હતાં.
ધર્મેન્દ્રભાઈ ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહયા છે.  તેમના પિતા બાદશાહ ગઈકાલે ઘરની બહાર સુતા હતા ત્યારે અચાનક જ તોડફોડનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતાં અને તેમણે બુમાબુમ કરતા સ્થાનિક નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.

બાદશાહ ભાઈએ બુમાબુમ કરતા એક મોટુ ટોળુ એકત્ર થઈ ગયું હતું એકત્ર થયેલા નાગરિકોએ ચાલી પાસે પહોંચ્યા ત્યારે સ્થળ પરનું દ્રશ્ય જાઈ તેઓ ગભરાઈ ગયા હતાં આરોપીઓ ઓમ કિશોર ઉર્ફે રીન્કુ પરિહાર (રહે. હનુમાનનગર કુંભાજીની ચાલી) તથા તેના સાગરિતો (ર) રવિ, (૩) વિવેક યાદવ (૪) ટકલો હાથમાં હથિયારો સાથે પાર્ક કરેલી રીક્ષાઓ તથા બાઈકોમાં તોડફોડ કરી રહયા હતાં સ્થાનિક નાગરિકો એકત્ર થઈ જતા આ ચારેય શખ્સો શસ્ત્રો સાથે ટોળા તરફ ધસી આવતા નાસભાગ મચી ગઈ હતી.

આ દરમિયાનમાં હથિયારધારી ચારેય શખ્સોએ બાદશાહ ભાઈ ઉપર હુમલો કર્યો હતો અને તલવારના ઘા મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતાં આ દરમિયાનમાં આ શખ્સોએ તેમના પુત્ર ધર્મેન્દ્રભાઈ ઉપર હુમલો કરી તલવારના ઘા મારતા પિતા-પુત્ર બંને લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. બહારથી આવેલા ગણપતભાઈ પરમાર નામના યુવકને પણ ચારેય શખ્સોએ ઘેરી લઈ તેને પણ તલવારના ઘા માર્યા હતા જેના પરિણામે આ ત્રણેય વ્યક્તિઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી.

ચારેય આરોપીઓએ સમગ્ર ચાલીમાં આંતક મચાવ્યો હતો અને લોકો ગભરાટના માર્યા પોતપોતાના ઘરમાં ઘુસી ગયા હતાં આ દરમિયાનમાં આરોપીઓએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જા કોઈએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે  તો જાનથી મારી નાંખીશું ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી છુટતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી જેમાં ધર્મેન્દ્ર તથા તેમના પિતા બાદશાહભાઈ અને ગણપતભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતાં.

આ સમગ્ર ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકોમાં રોષ પણ જાવા મળતો હતો કેટલાક નાગરિકોએ આ અંગેની જાણ પોલીસને કરતા મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જાકે નાગરિકોએ પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ઉગ્ર રજુઆતો કરી હતી ત્યારબાદ સ્થાનિક નાગરિકોનું ટોળુ મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોચી ગયું હતું અને ત્યાં પણ ભારે હોબાળો મચાવ્યો હતો.

આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મેઘાણીનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને લોકોને શાંત પાડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ ફરી એક વખત સવારથી આ વિસ્તારમાં આ ઘટનાના પગલે ભારે રોષ જાવા મળતો હતો અને લોકોનું ટોળુ મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયું છે જયાં આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી રહી છે આ ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર ચાલીમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ચારેય આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.