મેઘાણીનગર હડતાળની આડમાં રીક્ષા રોકીને મારામારી કરી લુંટની બે ઘટના
અમદાવાદ : ટ્રાફીકનાં આકરા દંડ વિરુદ્ધ રીક્ષાચાલકો દ્વારા ગઈકાલે હડતાળનું એલાન આપવામાં આવ્યુ હતુ જા કે બે ટંકનું ભોજન માડ રળી શકતા કેટલાક રીક્ષા ચાલકો ના હડતાળનો ભાગ ન બનતાં કેટલાંક સ્થળોએ તોડફોડની ઘટના બની ગઈ હતી.
આવી જ એક ઘટના મેઘાણીનગર મા બની હતી જેમા રીક્ષા ચાલક હડતાળ હોવા છતા બહાર નીકળતા અન્ય રીક્ષા ચાલકોએ તેને ઢોર માર માર્યો હતો જ્યારે અન્ય કિસ્સામાં મેઘાણીનગરમા જ રીક્ષા ચાલકને રોકી માર માર્યો બાદ મહીલા મુસાફરને લુંટી લેવાઈ હતી.
ગજરાજસિહ રાજપુત (૩૨) ગઈકાલે સવારે પોતાના પરીવાર સાથે ઘરેથી મંદિર જવા માટે નીકળતા હતા એ સમયે ભગવતી સ્કૂલ પાસે ટીકુ અનિલ દિવાકર કરણજીત પરીહાર અજય, ધનશ્યામ પરીહાર, અને વિશાલ યાદવે તેમને રોકીયા હતા અને તણાવ કરતાં ગજરાજ સિહે પોતાનો પરીવાર રીક્ષામાં હોવાનુ કહેવા છતા તમામે ઝઘડો કર્યો હતો ઉપરાંત રીક્ષામાં તોડ ફોડ કરી તેમની બહેન તથા પત્નીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ને ગજરાજસિહના ખિસ્સામાંથી ૭૦૦ રૂપિયાની લુટ ચલાવીને તમામ શખ્શો ભાગી ગયા હતા.
જ્યારે ગીતાબેન રાજપૂત રહે ડિફેન્સ કોલોની ભાર્ગવ રોડ મેઘાણીનગર ના ઘરે સમારકામ ચાલતુ હોઈ મજુરોને લેવા માટે પાડોશીની રીક્ષા ભાડે કરીને ગયા હતાસવારે સાડા આઠ વાગ્યે ડમરુ સર્કલ આગળ પહોચતા રીકુ પરીહાર તથા રૂપ શકેર બંને રહે કુભાજીની ચાલી રીક્ષા રોકી રીક્ષા ચાલક હરીશંકરભાઈને ફેટ પકડી ગડદાપાડુનો માર માર્યો હતો અને રીકુએ રીક્ષામાં બેઠેલા ગીતાબેનનુ પાસે ઝુટવી રોકડા ૩૦૦૦ ની લુટ ચલાવતા તેમણે મેઘાણીનગર પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.