મેઘાલયના મુખ્યમંત્રી કોર્નાડ સંગમાને થયો કોરોના
મેઘાલયના મુખ્યમંત્રી કોર્નાડ સંગમાને પણ હવે કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને પોતાને કોરોના થયો હોવાની જાણકારી આપી છે. જો કે, સારી વાત છે કે, હાલમાં તેમને કોરોનાના એકદમ સામાન્ય લક્ષણો જોવા મળે છે. આ જ કારણે તેમને પોતાની જાતને ઘરમાં આઈસોલેટ કરી લીધુ છે.
કોર્નાડે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, મને ટેસ્ટમાં કોરોના પોઝિટીવ આવ્યો છે. મને હલ્કા લક્ષણો દેખાય છે અને હું હોમ આઈસોલેશનમાં છું. છેલ્લા પાંચ દિવસમાં હું જે પણ લોકોના સંપર્કમાં આવ્યુ છું, તે તમામને અપીલ કરુ છુ કે, તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને જરૂરી લાગે તો ટેસ્ટ પણ કરાવી લે, સુરક્ષિત રહે.