મેઘાલય-આસામમાં મહિલાના બદલે વરની વિદાય થાય છે

મુંબઇ, ભારતીય ઇતિહાસમાં એવી ઘણી મહિલાઓ થઇ ગઇ જેના પરાક્રમની ચર્ચા આજે પણ થાય છે. હવે દેશમાં મહિલાઓની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ઘણી જગ્યાએ મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી જ સિમિત છે. લગ્ન બાદ મહિલાઓનું જીવન પતિની મરજી પ્રમાણે વિતતું હોવાનું સામાન્યપણ જાેવા મળતું હોય છે.
પતિ જ મહિલાના જીવનને કેન્ટ્રોલ કરતો હોય છે. આનાથી વિપરીત તમે જાણીને હેરાન થશો કે ભારતમાં એક એવી જનજાતિ છે જેમાં મહિલાઓનું જ રાજ ચાલે છે. મોટાભાગે દેશમાં પુરુષોની ઇચ્છા અનુસાર જ મહિલાઓ જીવન વિતાવતી હોય છે.
લગ્ન બાદ સસરીમાં મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતના બે રાજ્યોમાં એક એવી જનજાતિ વસવાટ કરે છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને આસામમાં આ જનજાતિ રહે છે. મેઘાલય અને આસામમાં વસવાટ કરતી આ જનજાતિનું નામ ખાસી છે.
આ જનજાતિમાં પુરુષોના સ્થાને મહિલાઓનું માન અને વર્ચસ્વ વધુ હોય છે. આ જનજાતિમાં મહિલાઓનું રાજ ચાલે છે અને મહિલાઓની વાતને વધુ મહત્વ આપવામાં આવે છે.
ભારત સિવાય બાંગ્લાદેશમાં ખાસી જનજાતિ રહે છે. આ જનજાતિના લોકો પુત્રનો જન્મ થતાં ખુશી મનાવતા નથી પરંતુ પુત્રીનો જન્મ થતાં ઉત્સવ મનાવવામાં આવે છે. ખાસ કરીને આ જનજાતિમાં પરિવારની વડીલ કે મુખિયા મહિલા હોય છે. પરિવારમાં મહિલા જ આખરી ર્નિણય લેતી હોય છે.
રસપ્રદ વાત એ પણ છે કે, લગ્ન પછી સામાન્ય રીતે મહિલા પોતાની સરનેમ બદલે છે, પરંતુ ખાસી જનજાતિમાં લગ્ન બાદ પુરુષ પોતાની સરનેમ બદલે છે. બાળકોના નામ પણ માતાની સરનેમ પરથી રાખવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં લગ્ન બાદ મહિલાઓની વિદાય હોય છે, પરંતુ આ જનજાતિમાં વરની વિદાય થાય છે. આ સિવાય જન્મ બાદ પુત્રીઓ પ્રાણીઓના અંગો સાથે રમે છે અને તેના આભૂષણ બનાવવામાં આવે છે.SS1MS