મેચ જીત્યા બાદ કોહલીએ વામિકાને જોઈ ઈશારો કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Kohli-1024x576.jpg)
મુંબઈ, ઈન્ડિયન ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકામાં છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. ત્રણ મેચની સીરિઝમાં ભારત ૧-૦થી આગળ છે. ભારતની જીતને જાેવાનો આનંદ ક્રિકેટ રસિકોએ પોતાના ઘરમાં બેસીને લીધો હતો તો ઈન્ડિયન ક્રિકેટ ટીમના પરિવારોએ સ્ટેડિયમમાં જઈને મેચ માણી હતી.
સ્ટેડિયમમાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર હતી. આમ, તો અનુષ્કા મોટાભાગે વિરાટ કોહલીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર રહે છે પરંતુ આ વખતે તેની સાથે દીકરી વામિકા પણ હતી. સ્ટેડિયમમાં મેચ જાેવા પહોંચેલા વામિકા અને અનુષ્કાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
જેમાં વામિકાનો ચહેરો નહોતો દેખાતો. સ્ટાર કપલ ઈચ્છે છે કે તેમની દીકરીની પ્રાઈવસી જળવાય અને એટલે જ તેમણે અત્યાર સુધી તેનો ચહેરો દુનિયાથી છુપાવ્યો છે. ફેન ક્લબ્સે પણ આ વાતનું ધ્યાન રાખતાં વામિકાનો ચહેરો હાર્ટ ઈમોજીથી છુપાવ્યો હતો. જાેકે, હાલ તો મેચ જીત્યા પછીનો વિરાટ કોહલીનો એક વિડીયો ધ્યાન ખેંચી રહ્યો છે.
મેચ જીત્યા બાદ વિરાટ કોહલી જુસ્સામાં જાેવા મળે છે. વિરાટ પેવેલિયનમાં પાછો જઈ રહ્યો હોય છે ત્યારે સ્ટેન્ડમાં બેઠેલી પત્ની અનુષ્કા અને દીકરી વામિકા તરફ ખુશી વ્યક્ત કરતો ઈશારો કરે છે. તો બીજી તરફ અનુષ્કા પણ વામિકાને દૂરથી આવતાં પપ્પા બતાવી રહી છે.
ફેન્સનું દિલ વિરાટ-અનુષ્કા અને વામિકાનો આ વિડીયો જાેઈને પીગળી ગયું છે. અત્યાર સુધી અનુષ્કા વિરાટને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવતી હતી અને આ વખતે વામિકા પહેલીવાર આવી ત્યારે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લેતાં ફેન્સનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. આ સિવાય પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી મેદાનમાં ઊભા-ઊભા દીકરી અને પત્ની સામે હાથ હલાવી રહ્યો છે. આ વિડીયો પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.SSS