Western Times News

Gujarati News

મેચ દરમિયાન મેદાનમાં હાર્દિક પંડયા અને ક્રિસ મોરેસ બાખડયા

દુબઇ, ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટથી હરાવી દીધુ આ જીતની સાથે મુંબઇની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નક્કી કરી લીધુ છે મેચની છેલ્લી ક્ષણોમાં મુંબઇના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને આરસીબીના ખથેલાડી ક્રિસ મોરિસ વચ્ચે શાબ્દિક જંગ જાેવા મળી મેચ બાદ મનુ નાયરે આ બંન્નેને ફટકાર લગાવી છે આ બંન્ને પર કોડ ઓફ કન્ડકટ તોડવાનો આરોપ લગાવ્યો છે.

એ યાદ રહે કે ક્રિસ મોરિસ અને હાર્દિક પંડયાની વચ્ચે જાેરદાર ટકકર જાેવા મળી હતી મચની ૧૫મી ઓવરમાં મોરિસે પોતાના સ્લોઅર અને યોર્કર લેન્થના બોલથી પંડયાને ઘણો પરેશાન કર્યો પરંતુ ચોથા બોલ પર હાર્દિકે એક જાેરદાર સિકસર ફટકારી દીધી ૧૭મી ઓવરમાં ફરીા એકવાર બંન્ને સામસામે હતાં આ ઓવરમાં બાજી મોરિસે મારી અને તેણે પહેલા પાંચ બોલ પર એક પણ ફોર કે સિકસર મારવાની તક આપી નહીં. ત્યારબાદ નવમી ઓવરમાં હાર્દિકે ચોથા બોલ પર સિકસર મારી પરંતુ બીજા બોલ પર મોરિસે હાર્દિકને સિરાજના હાથે કેચ આઉટ કરાવી દીધો ત્યારબાદ હાર્દિક પેવેલિયન પરત ફરવા દરમિયાન મોરિસ સાથે બોલાચાલી કરવા લાગ્યો બંન્નેની વચ્ચે શાબ્દિક જંગ જાેવા મળી.

મેચ બાદ રેફરીએ આ ઘટનાને લઇ નારાજગી વ્યકત કરતા બંન્ને ખેલાડીઓને ફટકાર લગાવી છે.ક્રિસ મોરિસ આઇપીએલના કોડ ઓફ કન્ડકટ ૨.૫ને તોડવાનો દોષિત છે.તો હાર્દિક કોડ ઓફ કન્ડકટ ૨.૨૦ તોડવાનો દોષી હતો. એ યાદ રહે કે આઇપીએલ ૨૦૨૦ની ૪૮મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સએ રોયલ ચેલેન્જર્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. બેંગલોરે પહેલા બેટીંગ કરતા ૨૦ ઓવરમાં ૧૬૪ રન કર્યા હતાં તેના જવાબમાં મુંબઇએ ૧૯.૧ ઓવરમાં ટાર્ગેટ પાર કરી દીધો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.