મેટ્રોના લીધે થલતેજ તળાવ પાસેનો મુખ્ય રસ્તો ૧ વર્ષ સુધી બંધ રહેશે
(એજન્સી) અમદાવાદ, શહેરમાં મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત થલતેજમાં કામગીરી કરવાની હોવાથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન ઉદ્દભવે એ માટે થલતેજમાં ૮ થી ૯ કિલોમીટરનો રસતો તા.રપમી જાન્યુઆરી ર૦ર૩ સુધી એટલે કે એક વર્ષ માટેે બંધ કરવાનું જાહેરનામુ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યુ છે. જેમાં થલતેજ રોડના સાંકેત એપાર્ટમેન્ટથી થલતેજ તળાવની પાસેે આવેલા વિસત માતાના મંદિર સામેનો ભાગ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
જેમાં સ્થાનિકોના ટુ વ્હીલરની અવરજવર કરી શકાશે. જ્યારે વિસત માતાના મંદિરથી આગળ જતા શુભ બંગલોની સામેના ભાગે મેટ્રોના પીલ્લર પી-ર૧ સુધીના રોડની એક સાઈડમાં સ્થાનિકોના અવરજવર માટે આંતરીક રસ્તા ખુલ્લા રાખીને બાકીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
જ્યારે થલતેજ ચાર રસ્તાથી થલતેજ પોલીસ ચોકી તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે રહીશો ભાઈકાકા માર્ગ થઈને વૃંદાવન આર્કેડ ત્રણ રસ્તા થઈને ગુંજન પાર્ક થઈ અર્હમ બંગલો રોડનો ઉપયોગ કરી શકશે. જ્યારે થલતેજ પોલીસ ચોકીથી થલતેજ ચારરસ્તા તરફ જવા માટે રહીશો રામદાસ રોડ થઈને ગુરૂદ્વારા ચારરસ્તા તરફના રોડનો ઉપયોગ કરી શકશે. જાે કે વૈકલ્પિક રસ્તાનો સમય રૂટ નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.