મેટ્રો કેશ અને કેરીમાં 16 ઓગસ્ટ સુધી ઘણી કેટેગરીમાં 70% સુધીની જંગી છૂટ
મેટ્રો કેશ અને કેરી ઇન્ડિયા તેની 17મી એનિવર્સરીની ઉજવણી સાથે કિરાણા અને નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) માટે પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે
કિરાણા ફેટર્નીટી અને નાના તથા માધ્યમ ઉદ્યોગોની પ્રતિબદ્ધતાને અનુલક્ષીને, ભારતની લાર્જેસ્ટ અને લીડીંગ હોલસેલર મેટ્રો કેશ એન્ડ કેરીએ પોતાના સુરક્ષા ઉપાયોને ખૂબ જ ઝડપી કરી દીધા છે,સાથે જ પોતાના 3 મિલિયન ગ્રાહક બેઝ માટે એક પ્રકારનું વેચાણ શરૂ કર્યું છે. ભારતમાં તેની 17 વર્ષીય યાત્રા દરમિયાન મેટ્રો સ્વતંત્ર ઉદ્યોગોને સમૃદ્ધ બનાવવા માટે મોખરે રહ્યું છે અને તેની ઈ-કોમર્સ એપ્લિકેશન શરૂ કરવા આ પ્રયાસમાં એક વધુ પગલું છે. લોકડાઉનના પહેલા તબક્કા દરમિયાન શરૂ કરાયેલ એપ્લિકેશન, ગ્રાહકોને સલામત અને સીમલેસ શોપિંગનો અનુભવ આપવામાં મદદ કરશે.
મેટ્રોની સફળતા પર તેમની ખુશીની ઘોષણા કરતા, મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી અરવિંદ મેદિરત્તાએ કહ્યું, “અમે અમારા તમામ ગ્રાહકો, ખાસ કરીને કિરાણા ગ્રાહકો માટે ભારતમાં સફળ કામગીરી કરી છે. આ 17 વર્ષ દરમ્યાન, અમે ટકાઉ અને નફાકારક વૃદ્ધિ ચલાવવા માટે પ્રતિબદ્ધ રહ્યા છીએ અને અમારા ગ્રાહકોને અનુરૂપ સોલ્યુશન્સ, ઓફર, એસોર્ટમેન્ટ અને સર્વિસીઝ પ્રદાન કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ.
મેટ્રોની ભારતમાં સ્થાપના થઈ ત્યારથી અમે ‘વોકલ ફોર લોકલ’ નો ભારપૂર્વક પ્રચાર કર્યો છે અને ભારતીય બ્રાન્ડને ટેકો આપ્યો છે. અમે અમારા સ્ટોર્સ પર વેચનારા 99% ઉત્પાદનો ‘મેડ ઇન ઇન્ડિયા’ છે. અમને વિશ્વાસ છે કે આપણે આપણા માનનીય વડા પ્રધાનની આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિ પ્રગટ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવીશું.”
મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા પોતાના સ્માર્ટ કિરાણા પ્રોગ્રામ દ્વારા કિરાણા ઇકોસિસ્ટમને સશક્તિકરણ કરવા માટે ગૌરવ અનુભવે છે જે આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે જે કિરાણા સ્ટોર્સને ડિજિટલાઇઝેશન અને મોર્ડનાઇઝેશન સોલ્યુશન્સ દ્વારા સ્પર્ધામાં ટકી રહેવા મદદ કરે છે. વધુમાં, ઈ-કોમર્સ એપ્લિકેશન કંપનીની આ દ્રષ્ટિની પુષ્ટિ આપે છે અને કિરાણા ગ્રાહકો દ્વારા ઓર્ડરની આવર્તન વધારવામાં પરિણમી છે, જે હવે અનોમ્ની ચેનલ શોપિંગનો અનુભવ શોધી રહ્યા છે. એપ્લિકેશન ગ્રાહકોને પ્રોડક્ટ્સની વધારે વેરાયટીઝ અને નવી આઇટમ્સ ખરીદવા તરફ દોરી છે જેનો તેઓએ અગાઉ ઓર્ડર આપ્યો નથી.
17મી એનિવર્સરીનાં સેલ કે જે હાલમાં ચાલી રહેલા મહામારી દરમિયાન મોટી રાહત સમાન છે, તેમાં ઘરનાં ઉપકરણો, ખાદ્ય અને કરિયાણા, ઇલેક્ટ્રોનિક્સ, ઘરની સંભાળ અને ફેશન જેવી ઘણી કેટેગરીમાં 70% સુધીની જંગી છૂટ છે. અગાઉ ક્યારેય ના મળેલ ડિસ્કાઉન્ટની જેમ, મેટ્રોએ સલામતી પર વિશેષ ધ્યાન આપ્યું છે અને દેશના તેના 27 સ્ટોર્સમાં સૌથી કડક ધોરણો અપનાવ્યા છે.સ્ટોર્સમાં વધુ પડતી ભીડ ન થાય તે માટે કંપનીએ તેમની નવી લોંચ કરેલી એપ્લિકેશન પર પણ આ વેચાણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ વેચાણ 1 લી જૂલાઈથી શરૂ થયું હતું અને 16 ઓગસ્ટ, 2020 ના રોજ સમાપ્ત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે અમે શ્રેષ્ઠ છૂટ આપી રહ્યા છીએ, તે જ સમયે અમે અમારા સ્ટોર્સ પર કડક સલામતી પ્રક્રિયાઓ લાગુ કરી છે અને અમારા બધા સ્ટોર્સ પર કડક સોશિયલ ડિસ્ટન્સીન્ગની ખાતરી કરવામાં આવે છે. ગ્રાહકોની સલામતી એ અમારા માટે અગ્રતા છે અને અમે કોઈપણ મેટ્રો સ્ટોર પર ખરીદી કરતી વખતે દરેક ગ્રાહક સંપૂર્ણપણે સલામત છે તેની ખાતરી કરવા માટે કોઈ કસર બાકી રાખતાં નથી.”