મેટ્રો ટ્રેનના ડબ્બા બર્થ ડે પાર્ટી માટે ભાડે આપવાની વિચારણા
અમદાવાદ; અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહયું છે ત્યારે સત્તાવાળાઓ દ્વારા મેટ્રો ટ્રેન નાગરિકોમાં લોકપ્રિય બને તે માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા વિચારણા કરી રહયા છે. મેટ્રો ટ્રેનના કોચ બર્થ ડે સહિતના પ્રસંગોએ ભાડે આપવાની સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરમાં પ્રથમ ફ્રેઝમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે જાકે હજુ સમગ્ર શહેરમાં મેટ્રો ટ્રેન ફરતા થોડો સમય લાગશે આ પૂર્વે પ્રોજેકટના અધિકારીઓ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. મેટ્રો ટ્રેનના ડબ્બાઓ ઉજવણી માટે ભાડે આપવાનું નકકી કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહયું છે. જન્મ દિવસની ઉજવણી કે પ્રિ વેડીંગ શુટીંગ માટે ડબ્બાઓ ભાડે આપવાની વિચારણા ચાલી રહી છે અને આ માટે એક કોચનું ભાડુ પણ નકકી કરવા માટે વિચારણા ચાલી રહી છે. જાકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી મળી નથી.