મેટ્રો પ્રોજેકટના અધિકારીઓ સાથે મેયરે બેઠક કરી
અમદાવાદ: અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ,ડે મેયર દિનેશ મકવા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલભાઇ ભટ્ટા ભાજપ નેતા અમીત શાહ તથા દંડક રાજુભાઇ ઠાકોરે મેટ્રો પ્રોજેકટના અધિકારીઓ તથા મ્યુનિ કોર્પોરેશનના ચ્ચ અધિકારીઓની સાથે સંયુકત બેઠક કરી મેટ્રો પ્રોજેટને કારણે શહેરમાં ઉભા થતાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં વસ્ત્રાલ ગામથી રબારી કોલોનીથી સ્વસ્તિક ચાર રસ્તાથી એપરેલ પાર્ક સુધીનો ત કિલો મીટરનો રસ્તો સ્ટ્રેચ કરવાનું આયોજન કરવાનો,અસીસી સર્કલથી રાઠી સુધી ૧.૭ કિલો મીટર કરવાનો તથા રાણીપ રેફયુઝ સ્ટેશનથી અખબારનગર ૧.૫ કિલો મીટરનો કરવા તથા સ્વ ચીમનભાઇ બ્રીજથી જે પી ચાલી ૧ કિલો મીટરના રસ્તાના રી સરફેશ તથા પૂર્ણ પહોળાઇ પ્રમાણ તૈયાર કરવા અંગે ચર્ચા કરાઇ હતી.કંપનીએ પ્રત્યેક રસ્તા અંગે કાર્યવાહી કરી પૂર્ણ કરવાની બાહેધરી આપવામાં આવેલ આ ઉપરાંત વાસણા યોગેશ્વર નગર તથા અન્ય જગ્યાએ જયાં મેટ્ સ્ટેશનનની કામગીરી ચાલુ છે ત્યાં ટ્રાફિકનો પ્રશ્ન ઉભા થાય છે તેને ધ્યાનમાં રાખી સ્ટેશનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું છે.