મેટ્રો માટે વિવિધ રાજ્યો તરફથી કેન્દ્રને મળ્યા ૧૬ પ્રસ્તાવ
અમદાવાદ, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલા રેલ પ્રોજેક્ટ માટેના દરખાસ્તની માહિતી આપતા કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, તેમને આવી ૧૬ દરખાસ્ત મળી છે, પરંતુ તેમાંથી એક પણ ગુજરાતની નથી. દરખાસ્તની શક્યતા અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે, કેન્દ્ર સરકાર શહેરો તથા શહેરી સમૂહમાં આવા પ્રોજેક્ટને ધ્યાનમાં લે છે’, તેમ હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભંડોળ માટે કોઈ નવી મેટ્રો રેલ દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી. લોકોને ઝડપી અને સ્વચ્છ શહેરી પરિવહન વ્યવસ્થા પૂરી પાડવાના હેતુ સાથે, સાત રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્રને મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણ અથવા નવા બાંધકામ માટે ૧૬ દરખાસ્તો મોકલી છે.
૧૦મી ફેબ્રુઆરીએ હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, શહેરી પરિવહન એ શહેરી વિકાસનો અભિન્ન અંગ છે અને મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિતની શહેરી પરિવહન માળખાકીય સુવિધાઓ શરૂ કરવી, વિકસાવવી અને ભંડોળ પૂરુ પાડવાની જવાબદારી સંબંધિત રાજ્ય સરકારોની છે, કેન્દ્ર સરકાર મેટ્રો રેલ પોલિસી, ૨૦૧૭ હેઠળ આવા પ્રોજેક્ટને નાણાકીય સહાય આપે છે.
અમદાવાદમાં પરિવહન સેવાને ઝડપી બનાવવા માટે મેટ્રો રેલનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ૮૦ ટકા ઉપરનું કામ પૂરુ થઈ ગયું છે.
જ્યારે ફેઝ ૨ની કામરીગી ૬.૫૦ જેટલી પૂરી થઈ છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જાેડતી મેટ્રો આગામી ૨-૩ મહિનામાં શરૂ થવાની શક્યતા છે.
અનુપમ એપરલ પાર્કથી શાહપુર સુધીનો ૬.૬ કિમીનો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો છે. જેમાં કાંકરિયા ઈસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર અંડરગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થશે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરતમાં પણ મેટ્રોની કામગીરી શરૂ થઈ છે. જાે કે, હજી ત્યાં ૫ ટકાથી પણ ઓછું કામ થયું છે. સુરતમાં ૨૦૨૪માં મેટ્રો ટ્રેન દોડતી થાય તેવી શક્યતા છે.SSS