મેડપ્લસ હેલ્થ સર્વિસીસનો IPO 13 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે
પ્રાઇસ બેન્ડ મેડપ્લસ હેલ્થ સર્વિસીસ લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 780થી રૂ. 796 નક્કી થઈ છે
· બિડ લઘુતમ 18 ઇક્વિટી શેર માટે અને પછી 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે
મંગળવાર, મેડપ્લસ હેલ્થ સર્વિસીસ લિમિટેડ (“મેડપ્લસ” અથવા “કંપની”)નો આઇપીઓ (“ઓફર”) 13 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 780થી રૂ. 796 નક્કી થઈ છે. બિડ લઘુતમ 18 ઇક્વિટી શેર માટે અને પછી 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
ઓફરમાં મેડપ્લસ હેલ્થ સર્વિસીસ લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર સામેલ છે, જેમાં રૂ. 13,982.95 0મિલિયન સુધીના શેર સામેલ છે (“ઓફર”). તેમાં રૂ. 6,000 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને રૂ. 7,982.95 મિલિયન સુધીના વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર”) સામેલ છે.
વેચાણ માટેની ઓફરમાં પીઆઇ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ -1 (“રોકાણકાર વિક્રેતા શેરધારક”)ના રૂ. 6,230 મિલિયનના શેર, એસ એસ ફાર્મા એલએલસીના રૂ. 1,070.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર, શોર ફાર્મા એલએલસીના રૂ. 320.00 મિલિયનના ઇક્વિટી શેર, નેટકો ફાર્મા લિમિટેડના રૂ. 100.00 મિલિયનના શેર,
ટાઇમ કેપ ફાર્મા લેબ્સ પ્રાઇવેટ લિમિટેડના રૂ. 100.00 મિલિયનના ઇક્વિટી શેર, એ રાઘવ રેડ્ડીના રૂ. 71.28 મિલિયનના ઇક્વિટી શેર, કે પ્રકુર્થીના રૂ. 42.28 મિલિયનના ઇક્વિટી શેર, નવદીપ પતયાલના રૂ. 21.60 મિલિયનના ઇક્વિટી શેર, સંગીતા રાજુના રૂ. 14.70 મિલિયનના ઇક્વિટી શેર,
આર વેંકટ રેડ્ડીના રૂ. 11.92 મિલિયનના ઇક્વિટી શેર, ટી કે કુરિયનના રૂ. 0.22 મિલિયનના ઇક્વિટી શેર, નિત્યા વેંકટરામાનીના રૂ. 0.20 મિલિયનના ઇક્વિટી શેર, અતુલ ગુપ્તાના રૂ. 0.20 મિલિયનના ઇક્વિટી શેર, મનોજ જયસ્વાલના રૂ. 0.20 મિલિયનના ઇક્વિટી શેર, રાહુલ ગર્ગના રૂ. 0.20 મિલિયનના ઇક્વિટી શેર, કોલેન્ગોદે રમાનાથન લક્ષ્મીનારાયણના રૂ. 0.08 મિલિયનના ઇક્વિટી શેર અને બિજોઉ કુરિયનના રૂ. 0.08 મિલિયનના ઇક્વિટી શેર (“અન્ય વિક્રેતા શેરધારક”) સામેલ છે.