મેડમ તુસાદ મ્યુઝિયમમાં શ્રીદેવીનું વેક્સ સ્ટેચ્યુ
સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં એક્ટ્રેસ શ્રીદેવીનું સ્ટેચ્યુ લાગવાનું છે. સ્ટેચ્યુનું અનાવરણ 4 સપ્ટેમ્બર, 2019 ના રોજ થયું હતું. શ્રીદેવીના પતિ બોની કપૂરે સોશિયલ મીડિયા પર વેક્સ સ્ટેચ્યુની ઝલકનો વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે, ‘શ્રીદેવી માત્ર મારા દિલમાં જ નહીં પણ લાખો ફેન્સના દિલમાં પણ હંમેશાં જીવતી રહેશે. વેક્સ ફિગરનું અનાવરણ કરવા માટે ઉત્સુક છું.’
આ વેક્સ ફિગરને 20 લોકોની એક્સપર્ટ ટીમે તૈયાર કર્યું છે. 1987માં આવેલ ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ના હવા-હવાઈ ગીતમાં શ્રીદેવીનો જે લુક હતો તે લુકમાં સ્ટેચ્યુ દેખાશે. તે માટે મેકઅપ, જ્વેલરી, ક્રાઉન અને ડ્રેસને ખાસ 3ડી પ્રિન્ટ આપવામાં આવી છે. તેને ઘણી ટેસ્ટ બાદ પાસ કરવામાં આવ્યું.
One more day to the official launch of Sridevi's first and only unique wax figure in Madame Tussauds Singapore! Don’t forget to tune in to our Facebook and Instagram at SGT 10AM for our LIVE streaming! #Sridevi #MTSGSridevi #MrIndia #MTSG #MadameTussaudsSG pic.twitter.com/mHjAyWgDhh
— Madame Tussauds Singapore (@MTsSingapore) September 3, 2019