“મેડમ સર”માં હસીના અને અનુભવની સગાઈનો દિવસ આવી ગયો છે!
સોની સબ પર મેડમ સરમાં હસીના અને અનુભવની સગાઈનો દિવસ આવી ગયો છે! જોકે આ વાત સાચી છે?
આખરે તો મોટો અવસર આવી ગયો છે! સગાઈનો દિવસ આખરે આવી ગયો છે! એસએચઓ હસીના મલ્લિક અને ડીએસપી અનુભવ સિંહની આખરે સોની સબ પર લોકપ્રિય શો મેડમ સર પર યોજાનારી ભવ્ય ઉજવણીઓ સાથે સગાઈ થવાની છે. બધા વાટ જોતા હતા તે દિવસ આખરે આવી ગયો છે. હસીના (ગુલકી જોશી) અને ડીએસપી અનુભવે (રાહિલ આઝમ) સગાઈ કરવાનું નક્કી કરતાં એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકાર્યા છે.
જોકે મામલો હજુ લાગે તેટલો સીધો નથી. લાંબા સમયથી વાટ જોવાની હતી તે અવસર આવી ગયો છે, પરંતુ શું ખરેખર આવું થવાનું છે? દર્શકો માટે હજુ પણ નવો વળાંક વાટ જોઈ રહ્યો છે, કારણ કે અનુભવનું વિચિત્ર વર્તન જીવન પરિવર્તન ઘટના તરફ જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
એક બાજુ હસીના પોતાના અંગત જીવનની ઝંઝટ સાથે જકડાઈ ગઈ છે, કારણ કે અનુભવનું વર્તન ચિંતા કરાવનારું છે, પરંતુ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હોવાથી તે પોતાને શાંત રાખવા પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ કામ અને એક પછી એક કપરા કેસોને લીધે વ્યસ્ત હોવા છતાં હસીના બંને વચ્ચે સંતુલન જાળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
આ પછી શું થશે? શું અનુભવના વિચિત્ર વર્તન પાછળ કોઈ સચ્ચાઈ છુપાયેલી છે? શું કપલની સગાઈ સફળતાથી અને ખુશીથી થશે?
હસીના મલિકની ભૂમિકા ભજવતી ગુલકી જોશી કહે છે, હસીના આ દિવસની લાંબા સમયથી વાટ જોતી હતી અને હવે તે સાકાર થઈ રહ્યું છે ત્યારે તેને માટે સપનું સાકાર થવા બરાબર છે. જોકે અનુભવ તેની સામે વિચિત્ર વર્તન કરે છે અને તેની અવગણના કરે છે તે જોઈને તેની ખુશી શંકામાં પલટાઈ જાય છે. જોકે તે આ અવસરને બરબાદ કરવા માગતી નથી અને શાંત રહેવાનું નક્કી કરે છે.
ડીએસપી અનુભવની ભૂમિકા ભજવતો રાહિલ આઝમ કહે છે, ડીએસપી અનુભવ સહિત બધા જ હસીના સાથે તેના સંબંધને વિધિસર બનાવવા માટે ભારે રોમાંચિત છે. જોકે તેને માટે કોઈક બાબત ખૂંચી રહી છે અને અમુક અનિવાર્ય સંજોગોને લીધે તેના વિચિત્ર વર્તન પર હસીના શંકા કરી રહી છે. આગામી એપિસોડમાં બધું જ ખુલ્લું પડશે અને અમને આશા છે કે અમારા દર્શકોને આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા રહેશે અને ગમશે.