Western Times News

Gujarati News

મેડિકલમાં આ વર્ષે ફીમાં કોઈ જ વધારો નહીં કરાય

ગાંધીનગર, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી અંતર્ગત ધંધા-રોજગારને આર્થિક રીતે નુકશાન થતાં તબીબી શિક્ષણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને સહાયરૂપ થવા માટે રાજ્યની સરકારી અને જીએમઇઆરએસ હસ્તકની આઠ મેડીકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી માં આ વર્ષ પુરતો કોઇ વધારો નહીં કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું. રાજ્યની સરકારી તથા જીએમઇઆરએસ હસ્તકની કુલ-૧૭ મેડીકલ કોલેજ તથા ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં ૩૨૫૦ વિદ્યાર્થીઓને લાભ મળશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તબીબી શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હયાત ફી લેવામાં આવે છે તે જ લેવાશે. રાજ્યમાં જીએમઇઆરએસ હસ્તકની સોલા, ગોત્રી, ગાંધીનગર, વલસાડ, ધારપુર, હિંમતનગર, જુનાગઢ અને વડનગર મળી કુલ-૮ કોલેજો અને ૬ સરકારી મેડીકલ કોલેજ, સરકારી ડેન્ટલ કોલેજ ૨ અને જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની ૧ ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં કુલ-૩૨૫૦ વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે. તેમણે ઉમેર્યુ કે, સરકારી ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. ૩ લાખ, મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. ૮ લાખ ૨૫ હજાર અને એનઆરઆઇ ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી ૨૦ હજાર યુએસ ડોલર જે ગયા વર્ષે નિયત કરાઇ હતી તે જ ફી આ વર્ષે પણ આ ધોરણે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારની આઠ મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ૨૫,૦૦૦/ વાર્ષિક ફી, સરકારી ડેન્ટલ કોલેજમાં વાર્ષિક ૨૦,૦૦૦/ તથા જીએમઇઆરએસ હસ્તકની સિધ્ધપુરની ડેન્ટલ કોલેજમાં સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે ૨ લાખ તથા એનઆરઆઇ ક્વોટા માટે ૧૦,૦૦૦/ ડોલર ફી લેવામાં આવે છે. તે જ ધોરણે આ વર્ષે પણ ફી લેવામાં આવશે. આમ આ વર્ષ પુરતું સરકારી-જીએમઇઆરએસ મેડીકલ-ડેન્ટલ કોલેજોની ફી માં કોઇ વધારો કરવામાં નહીં આવે જેનો લાભ ૩૨૫૦ વિદ્યાર્થીઓને મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.