Western Times News

Gujarati News

મેડિકલ ઈન્ટર્ન્સની સ્ટાઈપેન્ડ અને ઈન્સેન્ટિવ વધારવા માગ

અમદાવાદ , સરકારી મેડિકલ કોલેજાેમાં કોવિડ-૧૯ ડ્યુટી કરી રહેલા મેડિકલ ઈન્ટર્ન્સ તેમને મળતા ભથ્થામાં વધારો થાય તેવી માગણી કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ૮૦૦ જેટલા એમબીબીએસ ઈન્ટર્ન્સ પોતાનું સ્ટાઈપેન્ડ ૧૨,૫૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા અને દરરોજના વધારાના ૫૦૦ રૂપિયા આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન ડોક્ટર ખુશ્બુ સોમૈયા કહે છે, તેમને એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા જુનિયર્સ કરતા પણ ઓછું સ્ટાઈપેન્ડ અપાઈ રહ્યું છે. સોમૈયા જણાવે છે કે, હાલના ગુજરાત સરકારના આદેશ મુજબ, એમબીબીએસ, બીડીએસ, ફિઝિયોથેરાપી તથા નર્સિંગ જેવા મેડિકલ કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ ડ્યુટી કરવા બદલ દરમહિને ૧૫,૦૦૦ રૂપિયા સ્ટાઈપેન્ડ અપાઈ રહ્યું છે. અમને (એમબીબીએસ પાસ ઈન્ટર્ન્સ) ચોક્કસ તેમનાથી વધારે રકમ મળવી જાેઈએ. ઓછામાં ઓછી ૨૦૦૦૦ રૂપિયા પ્રતિ માસ, જેની અમે અપેક્ષા કરીએ છીએ.

નાયબ મુખ્યમંત્રી તથા સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલને અમદાવાદની સિવિલ હોસ્પિટલના બીજે મેડિકલ કોલેજના ઈન્ટર્ન્સે પત્ર લખીને કહ્યું છે કે, તેમનું માસિક સ્ટાઈપેન્ડ ૧૨,૫૦૦ અન્ય રાજ્યોમાં તેમના સમકક્ષોને ચૂકવાતી રકમથી પણ ખૂબ જ ઓછુ છે. આ ઈન્ટર્ન્સ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ, ઓપીડી, ઈમરજન્સી અને કોવિડ ટેસ્ટિંગની ડ્યુટી ભજવે છે. મુંબઈમાં બીએમસી કોવિડ ડ્યુટી નીભાવતા મેડિકલ ઈન્ટર્ન્સને ૩૯૦૦૦ પ્રતિ માસ રેગ્યુલર સ્ટાઈપેન્ડ આપે છે.

૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ઈન્ટર્ન વિશાલ જાની કહે છે, અમારું સ્ટાઈપેન્ડ ૧૨,૫૦૦ રૂપિયા છે, જ્યારે એલજી અને એનએચએલ મેડિકલ કોલેજમાં કોવિડ ડ્યુટી કરવા પર વધારાના રોજના ૫૦૦ રૂપિયા સ્ટાઈપેન્ડ અપાય છે. બીડીએસ અને બીએસસી નર્સિંગના બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ એએમસી હેઠળ આટલી રકમ અપાય છે. અમને અમારા જુનિયર્સથી તો વધારે મળવું જાેઈએ.

પશ્ચિમ બંગાળ સરકારે પણ પોતાના ઈન્ટર્ન્સના કાર્યને જાેતા તેમને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાઈપેન્ડને ૨૮,૦૫૦ રૂપિયા પ્રતિ માસ સુધી વધારાયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્સ્ઝ્રમાં કોવિડ ક્યુટી કરતા ઈન્ટર્ન્સને માસિક ૫૦,૦૦૦ રૂપિયા જેટલું સ્ટાઈપેન્ડ મળે છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ૫૯,૦૦૦ રૂપિયા પ્રતિ માસ અપાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.