મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ફીમાં રાહત આપવા માગ કરી
ગાંધીનગર: ગુજરાતની સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે ગત માર્ચ માસથી કોલેજાેની કોઇ ફેસીલીટીનો ઉપયોગ કર્યો નથી અને માત્ર ઓનલાઇન અભ્યાસ કરેલ છે.આ છતાં કોલેજ વિદ્યાર્થી પાસે આવતા સત્રની એટલે કે છ માસની ફી ઊઘરાવી રહી છે. પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોવિડ-૧૯ રોગચાળાને કારણે ભારત અને આપણું ગુજરાત લોકડાઉન અને આંશિક લોકડાઉન ને લીધે આર્થિક કટોકટીમાંથી લોકો પસાર થઇ રહ્યાં છે.
આ સ્થિતી માં સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજાેની ફી ૩ લાખથી ૧૭.૬૦ લાખ સુધીની છે. જ્યારે એન આર આઇ ક્વોટાની ફી ૩૦ હજાર ડોલર સુધીની છે જે ચુકવવાની ક્ષમતા વાલીમાં નથી. આ ઉપરાંત લોકડાઉન અને આંશિક લોકડાઉનને લીધે અમારુ શૈક્ષણિક કાર્ય સંપુર્ણ બંધ હતું. અમારી ફી માં સમાવેશ થતી સુવિધાઓમાં જેવી કે શિક્ષણકાર્ય, લેબોરેટરી, હોસ્ટેલ, લાયબ્રેરી, લેક્ચર હોલ, રીડીંગ હોલ વગેરે સુવિધાઓનો અમે ઉપયોગ કર્યો નથી જેની ફી અમે ગત સત્રમાં ભરી છે. હવે કોલેજ દ્વારા ૩૧ ઓગસ્ટ સુધીમાં ફી ભરવાનું દબાણ થઇ રહ્યું છે નહી તો પરીક્ષામાંથી બાકાત કરવાની ધમકી અપાઇ છે. આ સંજાેગોમાં સરકાર સકારાત્મક પગલાં લઇ બીજા સત્રની ફી માફી કરાવવા હસ્તક્ષેપ કરે.આ પત્ર નીતિન પટેલ, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, કુમાર કાનાણી, આર. દિક્ષિત અને જયંતિ રવિને મોકલી આપવમાં આવેલ છે.